અમિત પટેલ.અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીને કિનારે આવેલું છે એટલે અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અંબાજી પાસે નાના નાના આદિવાસી સમાજના ગામો આવેલા છે આ વિસ્તારના લોકો પહાડી વિસ્તારમાં ડુંગરો માં વસવાટ કરે છે આજે બપોરે અંબાજી પાસે જેતવાસ ગામ માં ગરીબ પરિવારના ઘર ઉપર દુઃખનું આભ તૂટી પડયું હતું જેમાં ઘરે સુઈ રહેલી ચાર માસની બાળકી અચાનક આગ લાગતા ભડભડ સળગી ઉઠી હતી અને તેનું મૃત્યુ થયું હતું.
ચોકકસપણે વાત કરવામાં આવે તો અંબાજી નજીક જેતવાસ ગામની સીમમાં સુરમાતા વિસ્તારમાં ગરીબ આદિવાસી પરિવાર પોતાના કાચા ઘર માં વસવાટ કરે છે.આજે મૃત બાળકીની માતા ઘર નજીક પાણી લેવા ગઈ હતી અને પરત ફરી ત્યારે આખું ઘર બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું ઘરની અંદર સુઈ રહેલી ચાર માસની બાળકી પણ સંપૂર્ણ બળી ગઈ હતી અને સાથે એક વાછરડું પણ બળીને મૃત્યુ પામ્યું હતું. કુંભારિયાના લોકપ્રિય સરપંચ ગોવાભાઇ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતક પરિવારને દિલાસો પાઠવ્યો હતો આમ અચાનક બનેલી ઘટનાથી પરિવાર ભારે દુઃખી જોવા મળ્યો હતો.