(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી બંને તરફ રાજસ્થાન બોર્ડર ની વચ્ચે આવેલું જગત જનની માં અંબા નું પવિત્ર ધામ છે. હાલમાં અંબાજી મંદિર કોરોના કહેરના લીધે બંધ છે ત્યારે અમુક માથાભારે તત્વો દારૂની તસ્કરી કરવામાં અવનવા કીમિયા અજમાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પણ કેટલાક માથાભારે તત્વો દારૂ ની હેરાફેરી કરી રહ્યા છે જેમા રાજસ્થાન પોલીસની નાક નીચે ચાલતા વિદેશી દારુ નેટવર્કનો પર્દાફાશ થયો છે,આજે અંબાજી નજીક આવેલા રાજસ્થાન માં આબુરોડ સ્વરુપગંજ હાઇવે પરથી આબકારી વિભાગે 2 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ પકડ્યો હતો જેમાં કુલ 15 વાહનો હતા અને 11 લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સિરોહી આબકારી વિભાગ ના આયુક્ત ના જોગારામ ના નિર્દેશન મા 5 જીલ્લા ની વિભાગીય ટીમ ને રવિવારે માહીતી મળી હતી કે રાજસ્થાન પોલીસ ના નાક નીચે ચાલી રહેલા દારુ ના મોટાં તસ્કર મા મોટી કાર્યવાહી કરતા સવા કરોડ ની ગેર કાયદેસર વિદેશી દારૂ થી ભરેલા 15 વાહનો જપ્ત કરી 11 લોકોની ઘરપકડ કરી છે. આટલી મોટી કાર્યવાહી થતાં રાજસ્થાન પોલીસ મા કેટલાક પોલીસ અધિકારીઓ પર પગલા ભરાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આબકારી આયુકત ઉદેપુર જોગારામ ના નિર્દેશનમાં સહાયક આબકારી આયુક્ત રાણા પ્રતાપ સિંહ ના નેતૃત્વમાં ડુંગરપુર, ભીનમાલ, અલવર, અજમેરની ટીમનું સંયુક્ત ઓપરેશન દ્વારા કાર્યવાહી કરવામાં જાણવા મળ્યું હતું કે સ્વરૂપગંજ નજીક આવેલા ભુજેલા ગામમા જીએસએસ ની પાછળ ખેતરમાં ઉભેલા 6પિકઅપ મીનીટ્રક અને 9 કારોને જપ્ત કરી ખૂબ જ મોટી સંખ્યામાં હરિયાણા બનાવટનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો આ લોકો દારૂને ડમ્પ કરીને ગુજરાતમાં વિદેશી દારૂ નું મોટું નેટવર્ક ચલાવતા હતા આ બાબતે આબકારી વિભાગના સભ્ય નારાયણસિંહ એ મીડિયાને માહિતી આપી હતી.
@@ સીરોહી જીલ્લાના પોલીસ અને લોકલ આબકારી વિભાગ પર કાયૅવાહી થઈ શકે? @@
રાજસ્થાન પોલીસ તરફથી વિદેશી દારૂ પકડવામાં સારી કામગીરી કરવામાં આવતી હતી પરંતુ સિરોહી જિલ્લા પોલીસના નાક નીચે જ જે આ પ્રકારે વિદેશી ગેરકાયદેસર દારૂની છે લિંકો ચાલતી હતી લાઈનો ચાલતી હતી તે લાઈનોનો આજે આબકારી વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, આટલી મોટી કાર્યવાહીથી રાજસ્થાન સિરોહી જિલ્લા પોલીસના કેટલાક અધિકારીઓ, કોન્સ્ટેબલો અને લોકલ આબકારી વિભાગ ના કર્મચારીઓ પર આઇજી કાયૅવાહી કરી શકે છે.
@@ છાપરી પાસે આવેલી હોટેલમા દારૂની તપાસ કરવામાં આવે@@
સિરોહી જીલ્લાના ભૂજેલા ગામ પાસે જે આબકારી વિભાગ દ્વારા 2કરોડ નો વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે તે દારૂ ની લાઈનો ના તાર છાપરી પાસે આવેલી હોટેલ સૂધી આવતાં હતાં તેવી ચર્ચાએ આજે જોર પકડ્યું છે, દીપકશા કોણ છે? ચંદનસિંહ કોણ છે?
રાજ્સ્થાન થી ગુજરાત તરફ આ વિદેશી દારૂ મોકલવામાં કોનો કોનો હાથ છે, તેની ગુજરાત પોલીસે પણ તપાસ કરવી જોઈએ કારણકે આ વિદેશી દારુ ગુજરાત મા ઘૂસાડવાનો હતો અને ચાલતી ચર્ચા મુજબ આ દારૂ છાપરી બોર્ડર પાસે આવેલી હોટેલ સૂધી આવતો હતો, જેની આઇજી દ્વારા તપાસ કરવામાં આવે.
@@કેટલીક ગાડીઓ ગૂજરાતના નંબર પ્લેટ વાળી મળી@@
આજે આબકારી વિભાગ દ્વારા જે પ્રકારે સવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કેટલીક ગાડીઓ ગુજરાતના નંબર પ્લેટ વાળી પણ મળી હતી
@@ભાજપનાધારાસભ્યે એ ટ્વીટ કરી પ્રશ્નો ઊભાકર્યાં!@@
આજે આબુરોડ વિસ્તારના ધારાસભ્ય સમારામ ગરાસીયા એ ટ્વીટ કરી ગુજરાત સીમા મા ‘ લાઇન’ શબ્દ નો શુ મતલબ થાય તેવુ સિરોહી એસપી ને પૂછ્યું છે, સાથે અશોક ગેહલોત નાં સુશાસન દાવા સામે પણ પ્રશ્ન ઊભા કર્યાં છે.