Crime

ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ

એબીએનએસ ભાભર: ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકને શિક્ષકે ઢોર માર માર્યાનો વાલીનો આક્ષેપ છે.

ભાભર તાલુકાના રૂણી ગામની દેરીયા વાળા પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકને માર મારતા ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

બાળકને પીઠ તેમજ ગાલ ઉપર શિક્ષક દ્વારા માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેના નિશાન પણ જોવા મળ્યા હતા. વાલી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. બાળકને ઢોરમાર મરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

મીડિયા દ્વારા શિક્ષકનો ફોન ઉપર કોન્ટેક્ટ કરતા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. સાચી સત્ય હકીકત તો તપાસ બાદ જ બહાર આવશે?

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *