(અમિત પટેલ.અંબાજી)
અંબાજી આજુબાજુ પહાડી વિસ્તાર આવેલો છે અને આ વિસ્તારમા સુમસામ માર્ગો પર ક્યારેક ક્યારેક લૂંટ અને ચોરીઓ કરતી ટોળકીઓ સક્રિય થવાની ઘટનાઓ પ્રકાશ મા આવી છે ત્યારે ભુજ રેન્જ આઇજી જે આર મોથલીયા સાહેબ ,જીલ્લા પોલીસવડા તરુણ દુગ્ગલ ની સૂચના થી અંબાજી પીઆઇ જે બી આચાર્ય ની સૂચનાથી પીએસઆઇ એલ પી રાણા સહીત સ્ટાફ અંબાજી વિસ્તારમાં ગુનાઓ શોધવા અને ગુન્હા બનતા અટકાવવા માટે પ્રયત્નશીલ હતા ત્યારે 14 જૂન 2021 ના રોજ બપોરના સુમારે કોટેશ્વર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ મા હતા ત્યારે એક વ્યક્તિ ચાલતો આવતો હતો જેને કડક પૂછપરછ કરતા તેને પોતે ગુન્હો કબુલ્યો હતો.
ચોક્કસ પણે કહી શકાયકે કોટેશ્વર તરફથી આવતા શંકાસ્પદ યુવકની પુછપરછ માં તેને જણાવ્યું હતું કે 10/6/21 ના રોજ કામાક્ષી મંદિર પાસે ફરીયાદી અને તેના સાથે વાળા વ્યક્તિને ખોટો વિશ્વાસ આપી કહેલ કે મારી પાસે રૂમાલમાં પૈસાનું બંડલ છે તે તમારી પાસે હાલમાં રાખો અને હું અંબાજીનો છું તેમ કહી ફરિયાદી પાસેથી મોબાઈલ નંગ 1 જેની કિંમત 7000તથા રોકડા 600 તેમજ સાથે વાળા પાસેથી મોબાઈલ 1 જેની કિંમત 7000 અને રોકડા 1500 આ કામના અજાણ્યા માણસે ચોરી કરવાના ઈરાદાથી બળજબરી પૂર્વક ઝૂંટવી લઇ ચોરી કરેલ છે જેની કબૂલાત આરોપીએ કરેલ છે પોલીસે આ ચોર પાસેથી 2 મોબાઈલ જેની કિંમત 14000 અને રોકડા 2100 આમ કુલ 16,100 નો મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે
@@આરોપી હિમતનગરનો @@
આ આરોપી નું નામ અર્જુનભાઈ ઉર્ફે ભુરીયો દાનાભાઇ ધર્માભાઈ જાતે સલાટ ,ઉંમર 24 વર્ષ છૂટક મજૂરી રહે . માચીસ ફેક્ટરી પાસે ,મધુનગર .તાલુકો હિંમતનગર [સાબરકાંઠા ]