(અમિત પટેલ.અંબાજી)
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની ગણના દેશના મોટા શક્તિપીઠ તરીકે થાય છે,અંબાજી નો વિકાસ ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર તરફથી અંબાજી ઓથોરીટી ની જાહેરાત કરવામાં આવી છે ,પણ નવાઈની વાત એ છે કે અંબાજી ઓથોરિટી ની કામગીરી હજુ સુધી શરુ થઇ નથી ,રાજ્ય સરકાર દ્વારા ” કેવડીયા ” ખાતે ઓથોરીટી ની જાહેરાત કર્યા બાદ ત્યા હાલ વર્લ્ડ ક્લાસ ફેસેલીટી સાથે પ્રવાસન ઉધોગને ભારે વેગ મળ્યો છે ત્યારે ગુજરાત સરકાર હજુ સુધી યાત્રાધામ અંબાજી માટે ઝડપી કામગીરી શરુ કરે તેવી માંગણી ઉઠવા પામી છે ,બીજી તરફ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એકબાદ એકવિવાદ મા આવી ગઈ છે ,
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ ટેન્ડરો બહાર પાડવામાં આવેલ છે અને મોટાભાગના ટેન્ડર ઓનલાઇન ‘એન પ્રોચર’ દ્વારા બહાર પાડવામાં આવેલ છે પણ નવાઈની વાત એ છે કે માર્ચ માસ મા પાડવામા આવેલ અંબિકા ભોજનાલય ના ટેન્ડરનો હજી સુધી વર્ક ઓર્ડર આપવામા આવેલ નથી અને હવે સુત્રો થી મળતી માહિતી પ્રમાણે અંબિકા ભોજનાલય હવે ટેન્ડર ન ભરનાર બીજી સંસ્થા ને આપી દેવાના ચક્રો ગતિમાન થયા છે.નવાઈની વાત એ છે કે અંબિકા ભોજનાલય ચલાવવા માટે અન્ય સંસ્થા ને આપવુંજ હતુ તો ટેન્ડર કેમ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યુ ? કેમ જાહેરાત નો ખોટો ખર્ચ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો ? જે લોકો એ ટેન્ડર ભર્યું તેમને 12 હજાર રૂપિયા ડિપોઝીટ પેટે ટ્રસ્ટ ની ઓફિસ મા જમા કરાવેલા છે જે નોન રિફંડેબલ છે તે રકમ પરત એજન્સીઓ ને મળશે કે કેમ ?
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ નો વહીવટ કાયમી વહીવટદાર ન હોવાના કારણે ખાડે ગયો છે અંદાજે 3 વર્ષ કરતા વધુ સમય થી કાયમી વહીવટદારની નિમણુંક ગુજરાત સરકાર કરતી નથી ,અંબાજી મંદિર નો મોટાભાગનો વહીવટ આઉટ સોર્સીંગ કર્મચારી થી થઇ રહ્યો છે ,આરટીઆઈ થી મળેલ માહિતી પ્રમાણે વીઆઇપીઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મસમોટા ખર્ચ કરવામાં આવ્યા છે ,અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ની ઓડીટ કામગીરી મા પણ આ ખર્ચ બતાવવામાં આવ્યો છે,અંબાજી મંદિર ટ્રસ્ટ ની આવક મા કોરોનાકાળ મા મસમોટો ઘટાડો થયો છે,અંબિકા ભોજનાલય નું સૌ પ્રથમ ટેન્ડર 2012 મા પાડવામા આવ્યું હતુ અને ત્યારથી મંદિર ટ્રસ્ટ વિવાદો મા જોવા મળ્યું છે,સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે હાલમાં મોહની કેટરર્સ ને વિદાઈ આપવામાં આવી રહી છે અને હવે અંબિકા ભોજનાલય નું સંચાલન 2021 મા ટેન્ડર ન ભરનાર સંસ્થા ને અપાશે .
@@ 5 એજન્સીઓ એ ટેન્ડર ભર્યું @@
એન પ્રોચર પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 2021 ના વર્ષ મા માર્ચ મહિનામાં ટેન્ડર ઓનલાઇન બહાર પાડવામાં આવ્યું હતું જે ટેન્ડર મા કુલ 5 એજન્સીઓ એ ટેન્ડર ની રકમ 12 હજાર પેટે રકમ ભરેલ હતી ,આમ કુલ 5 એજન્સીના 60 હજાર રકમ અંબાજી મંદિર ને મળી ગઈ છે જે નોન રિફંડેબલ હતી ત્યારબાદ એક એજન્સી દ્વારા 6 લાખ 70 હજાર રકમ ડિપોઝીટ પેટે ભરવામાં આવી હતી ,આમ કુલ 5 એજન્સીઓ દ્વારા 33 લાખ 50 હજાર રકમ પણ ટ્રસ્ટ ને ચેક દ્વારા જમા કરાવેલ છે.
@@ બહાર પાડવામા આવેલા ટેન્ડર નો વર્ક ઓર્ડર આપવો પડે @@
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ઓનલાઇન ટેન્ડર માર્ચ માસ મા બહાર પાડવામાં આવેલ હતું અને ટેન્ડર ની શરત પ્રમાણે આ ટેન્ડર મા 5 એજન્સીઓ દ્વારા ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ એજન્સીઓને 4 વખત બોલાવવામાં આવ્યા હતા પણ છેવટે કારણ એવું આપ્યું હતું કે કોરોના કાળ મા મિટિંગ યોજાશે નહીં ,કાયદાકીય રીતે જે પણ ટેન્ડર ઓનલાઈને મુકવામાં આવ્યું હોય તેને ખોલી જેતે એજન્સી ને વર્ક ઓર્ડર આપવો પડે પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હવે ટેન્ડર ન ભરનાર એજન્સી ને અંબિકા ભોજનાલય આપવા માટે નક્કી કરી દેવામાં આવ્યું છે
@@ એજન્સી ધારકો કોર્ટ ના દ્વાર ખખડાવી શકે છે @@
જે સંસ્થા એ ટેન્ડર નથી ભર્યું અને તે સંસ્થાને બારોબાર મોટું ટેન્ડર આપવામાં આવી રહ્યું છે તેથી અંબાજી ટ્રસ્ટ વિરુદ્ધ ભરનાર એજન્સી ધારકો અંબાજી ટ્રસ્ટ ઉપર કાયદેસર કાયદાકીય રીતે કેસ દાખલ કરવા જઈ શકે તેમ છે.
@@ અંબિકા ભોજનાલય ના ટેન્ડર મા શું વિગતો હતી@@
—- એન પ્રોચર ટેન્ડર ની શરતો—
[1] 12,000 બીડ ડોક્યુમેન્ટ ફી ,જે નોન રિફંડેબલ
[2] 6 લાખ 70 હજાર ડિપોઝીટ રકમ ,રિફંડેબલ
[3] બીડ ડોક્યુમેન્ટ સ્ટાર્ટ ડેટ — 1/3/2021
[4] બીડ ડોક્યુમેન્ટ એન્ડ ડેટ — 9/4/2021
[5] બીડ વેલિડિટી પીરીયડ — 120 દિવસ
[6] પ્રી બીડ મિટિંગ — ઓફ લાઈન
[7] પ્રી બીડ મિટિંગ ઓપનીંગ ડેટ — 17/3/2021
[8] કેટલા માસ માટે — 12 મહિના માટે
[9] ટેન્ડર ડિટેલ્સ — 449582
[10] વિભાગ — ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ , સ્ટેટ ગવર્નમેન્ટ ટેન્ડર
આઈ એફ બી નંબર — BH[1]
@@ વહીવટદાર ને વોટસઅપ પર જવાબ પૂછતા, પ્રત્યુતર ન આપ્યો @@
આ બાબતે અંબાજી મંદિર ટ્રસ્ટ ને હકીકત પૂછવા વોટસઅપ પર મેસેજ મોકલ્યો હતો પણ વહીવટદાર સાહેબ તરફથી કોઈજ જવાબ આપવામાં આવ્યો ન હતો.