શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે નેતાઓ માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત આદી જાતિ ના પ્રમુખ હર્ષદ વસાવા ના અધ્યક્ષતાને મિટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામા આદી જાતિ મોરચાનાં લોકો જોડાયાં હતા.
અંબાજી ખાતે બપોરે આદી જાતિ મોરચાનાં લોકો મોટી સંખ્યામાં આવ્યાં હતા અને સર્કીટ હાઉસ ખાતે આદીજાતિ પ્રમુખ હર્ષદ વસાવા, પી સી બરંડા, મહામંત્રી સહીત બનાસકાંઠા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાધેલા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે અંબાજી મંદિર ખાતે માતાજીનાં દર્શન કર્યા હતા. લાઘુભાઈ પારઘી, નિલેશ બુંબડિયા, લલિત લુહાર, મહેશ રાજ સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પુજારી