શકિતપીઠ અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે. દેશના 51શકિતપીઠ મા અંબાજી આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 સૂવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદીર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદીર ખાતે માઈ ભક્તો નો ભારે ઘસારો જોવા મળે છે અને આ મંદીર ખાતે વીઆઇપી લોકો પણ આવતા હૉય છે ત્યારે આજે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પોતાના પિતા સાથે માં અંબા ના દર્શન કરવા આવી હતી અને દર્શન કરીને અંબિકા ભોજનાલય ખાતે માઈ ભક્તો માટે ભોજન પીરસ્યું હતુ અને ત્યારબાદ ભોજનાલયમાં સામાન્ય ભક્તની જેમ બેસીને ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી.
શકિતપીઠ અંબાજી ખાતે આજે 12:30 વાગે ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પોતાના પિતા સાથે માં અંબા ના દર્શન કરવા આવી પહોંચી હતી અને દર્શન કર્યાં બાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટ ના અંબિકા ભોજનાલય ખાતે આવીને અહી જમવા આવતા માઈ ભક્તો માટે ભોજન પીરસ્યું હતુ અને ત્યારબાદ તેમણે સામાન્ય ભક્તો ની પાસે બેસીને ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી તેમની સાથે તેમના પિતા લલીત દવે અને અંબિકા ભોજનાલય નું સંચાલન કરતા જય જલીયાન ટ્રસ્ટ ના હિતેશ ભાઈ ઠક્કર હાજર રહ્યા હતા
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી