સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર લોકોને આજે અમદાવાદનાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે “ઈનજીનીયસ આઈકોન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મિડિયા ક્ષેત્રમાં સમગ્ર દેશમાં આઇકોનિક કામગીરી તથા ભારતભરના તમામ પત્રકારોના હિત રક્ષક,અડીખમ,અડગ તેમજ જેઓને ભારતભરમાં પત્રકારો માટે ૧૦૮નું બિરૂદ આપવામાં આવ્યું છે એવા ગુજરાતનાં ખ્યાતનામ નીડર પત્રકાર શ્રી જિજ્ઞેશ કાલાવડિયાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. જયહિન્દ ગ્રુપ દ્વારા 1971નાં પાકિસ્તાન સામેનાં યુદ્ધનાં હિરો કેપ્ટન ભૈરોસિંહ રાઠોડ (બોર્ડર મૂવીમાં સુનિલ શેટ્ટીએ જેમનું પાત્ર પડદા પર જીવંત કરેલ) તેમજ ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જિજ્ઞેશ કાલાવડિયાને આ એવોર્ડ એનાયત કરી તેમની પત્રકારો પ્રત્યેની સમર્પિત કામગીરી બિરદાવવામાં આવી હતી. પત્રકાર જગત માટે આ ગૌરવપ્રદ ક્ષણો અને પત્રકાર આલમ માટે ગૌરવ સમાન કહેવાય.
આ મહામૂલી ગૌરવાનુભવી ક્ષણ સાથે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પરિવાર તરફથી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે..