અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ (ATS) ની ટીમે અત્યંત ગુપ્ત રીતે સફળતાથી ઓપરેશન પાર પાડી રુપીયા 600 કરોડની કિંમતનો 120 કિલોગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે.
એટીએસ ટીમે મોરબીના ઝીંઝુડા ગામની કોઠાવાળા પીરની દરગાહ પાસેના નવા બની રહેલા મકાનમાં ત્રાટકીને હેરોઈનનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મેળવી હતી તે સાથે સાથે જ પાકિસ્તાનની હેરોઈન કાર્ટેલ્સ સાથે સાંઠગાંઠ ધરાવતા અને હેરોઈનનો જથ્થો લાવીને સંતાડનાર ત્રણ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે અત્યંત ગુપ્તતાપુર્વક ઓપરેશન પાર પાડવા માટે વ્યુહરચના તૈયાર કરી હતી. એટીએસની ટીમ મોરબીના ઝીંઝુડા ગામની કોઠાવાળા પીરની દરગાહ પાસેના એક નવા બની રહેલા મકાનમં પહોંચી હતી.જ્યાં એટીએસ ટીમે ઓપરેશન પાર પાડી સંતાડી રાખેલો 120 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો શોધી કાઢી જપ્ત કર્યો હતો.હેરોઈનનો જથ્થો લાવનાર મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજી નુરમહંમદ (રહે.જોડીયા), સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ (રહે.ઝીંઝુડા) તથા ગુલામ હુસૈન ઉમર ભગાડ(રહે.સલાયા)ની ધરપકડ કરી પુછપરછ કરતાં ચોંકાવનાના ષડયંત્રની સનસનીખેજ વિગતો બહાર આવી હતી.
એટીએસના સફળ ઓપરેશન ની જાણ થતાં ગ્રુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા પણ એટીએસ કચેરી પર પહોંચ્યા હતા.જેમણે ટીમને અભિનંદના પાઠવ્યા બાદ આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુલામ અને મુખ્તાર અવારનવાર દુબઈ જતા હતા.આ દરમિયાન પાકિસ્તાન સહિતના દેશોમાં સક્રિય હેરોઈના કાર્ટેલ્સ સાથે સંપર્કમાં આવ્યા હતા.ગુલામ,જબ્બાર અને ઈશાએ પાકિસ્તાનથી હેરોઈનનું કન્સાઈમેન્ટ મંગાવ્યુ હતું.જે કન્સાઈમેન્ટ બારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં આવ્યું હતું.જ્યાંતી ત્રણે એ કન્સાઈમેન્ટ તેમની બોટમાં લઈને સલાયાના દરિયા કિનારે લાવી સંતાડ્યું હતું.તે પછી કન્સાઈમેન્ટ ઝીંઝુડા ગામમાં નવા બની રહેલા મકાનમાં સંતાડ્યું હતું.જે કન્સાઈમેન્ટ કોઈ અજ્ઞાત સ્થળે પહોંચાડવાનું કાવતરું પાર પડે તે પહેલાં જ એટીએસ ટીમે ઝડપી લીધું હતું.
વર્ષ 2020માં જબ્બાર તેની બોટ લઈને કરાંચી ગયો હતો.જ્યાં તેની બોટના એન્જીનમાં ખરાબી થઈ હતી.જે સમયે પાકિસ્તાનની મેરીટાઈમ સિક્યુરીટી અને આઈએસઆઈએ તેની ત્રણ દિવસ સુધી પુછપરછ કરી હતી.રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ વધુમાં જમાવ્યું હતું કે અફઘાનીસ્તાનમાં હેરોઈન સહિતના માદકદ્રવ્યોનું ભરપુર ઉત્પાદન થાય છે.જેને વિશ્વભરના દેશોમાં મોકલવા માટે ડ્રગ્સ સિન્ડીકેટ જુદાજુદા દેશોમાં સક્રિય કાર્ટેલ્સ ગેંગ મારફતે ડ્રગ્સ સપ્લાય કરે છે.પાકિસ્તાનથી દરિયાઈમાર્ગે ડ્રગ્સના કન્સાઈમેન્ટ લાવીને ગુજરાતના ટ્રાન્જીટ પોઈન્ટ પર લાવીને જુદાજુદા દેશો અને ભારતના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે.
ગુજરાતનો 1600 કિલોમીટર વિશળ દરિયાઈ વિસ્તાર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે જોડાયેલો છે.જેના કારણે ગુજરાતનો દરિયા કિનારો વર્ષોથી ડ્રગ્સ કાર્ટેલ માટે સરળ બન્યો છે.જો કે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાન્જીસ્ટ અંગે અત્યંત ગંભીરતાપુર્વક કાર્યવાહી કરી રહી છે.કેન્દ્ર સરકારના સહયોગ સાથે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે મરીન પોલીસને વધુ બોટ ફાળવવા સાથે કર્મચારીઓની ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવી ચે.ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ,મરીન પોલીસ સહિતની એજન્શી દ્વારા એરાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ ટીમે વર્ષ 2015 થી 2021 સુધીમાં એનડીપીએસ એક્ટ હેઠળ 17 ગુના નોંધી 69 આરોપીની ધરપકડ કરી છે.એટીએસ ટીમે 2015 થી 2021 સુધીના ગાળામાં 1327 કિલો 971 ગ્રામ મેથામ્ફેટામાઈન,550 કિલોગ્રામ મેન્ડ્રેક્સ,200 કિલોગ્રામ હેરોઈન અને 3248 કિલો 79 ગ્રામ બ્રાઉનસુગરનો જથ્થો જપ્ત કર્યો હતો.જેની કુલ કિંમત 13,23,27,90,941 રુપીયા જેટલી થાય છે.