અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં પીરાણા રોડ પર આવેલ ચરિપાલ ગ્રૂપની નંદન એકઝીમ કાપડ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા ફાયર વિભાગની આશરે 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું હતું. આગ ઓલાવવાની કામગીરી દરમ્યાન એક ફાયરમેન ઘાયલ થયા હતા જેમને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ આ ફેકટરી માં આગ લાગી ચુકી છે જેમાં 7 લોકોના મોત થયા હતા.જેનો કેસ હાલ ચાલુ છે. અત્યારે આ અગ પર કાબુ મેળવી ચુકાયો છે. પરંતુ સવાલ ઉભો થાય છે કે અગાઉ પણ આગ લાગી ચુકી હતી તો અત્યારે કેમ તેને કાબુમાં કરી ન શકાઈ? શું ફાયર સેફ્ટીના સાધનો ચલાવવાનો અભાવ હતો કે તેનું સાચું જ્ઞાન નહોતું વગેરે ઘણા સવાલો ઉદભવી રહ્યા છે. અત્યારે કોઈ જાનહાનીના સમાચાર નથી.
રિપોટ બાય સંજીવ રાજપુત અમદાવાદ