ગુજરાત રાજયમાં કોરોનાના કાળા કેર સામે શાળાએ જતા બાળકો કોરોના સંક્રમિત ના થાય તે માટે સરકાર દ્વારા 31 ઓગસ્ટ સુધી શાળાઓની શૈક્ષણિક પ્રવૃત્તિ મોકૂફ રાખી છે તો બીજી તરફ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણના નામ પર વાલીઓ પાસેથી તગડી ફી ઉઘરાવવામાં આવી રહી છે. શાળા સંચાલકો કહી રહ્યા છે કે બાળકોના અભ્યાસ પર કોરોનાની અસર ના થાય તે માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ ઓનલાઈન શિક્ષણના નામ પર શહેરમાં ચાલતી શિક્ષણ હાટડીઓ દ્વારા પ્લે ગ્રૂપના વિદ્યાર્થીઓ પાસે પણ તગડી ફી વસુલવામાં આવી રહી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ ધ ટ્રી હાઉસ સ્કૂલ દ્વારા પ્લે ગ્રુપ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસુલવામાં આવતા NSUI દ્વારા આક્રમક રજુઆત કરવામાં આવી હતી. NSUI ગુજરાત મહામંત્રી ગૌરાંગભાઈ મકવાણાએ જણાવાયું કે નર્સરીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં શુ ખબર પડે શાળા દ્વારા પ્લે ગ્રુપના શિક્ષણની 15000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે તે પરત કરવી જોઈએ. ગુજરાત NSUIની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI આંદોલનનો માર્ગ અપનાવી આ બાબતે સખત વિરોધ નોંધાવશે.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ