Breaking NewsLatest

અમદાવાદ ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો. પત્રકાર સંગઠનો દ્વારા કરાઈ ઘોર નિંદા

અમદાવાદ આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેવી જ એક પત્રકાર પર ફરી હુમલાની ઘટના સામે આવી છે જે ખરેખર નિંદનીય કહી શકાય.

અમદાવાદ ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશભાઈ કલાલ પર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સના 10 થી 12 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ચાંદલોડિયા ખાતે સાંજના સુમારે તેમના નિવાસ્થાનેથી છેતરીને તંત્રી દિનેશ ભાઈ કલાલ ને ઘરની બહાર બોલાવવામાં આવ્યા અને ત્યાર બાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 10 થી 12 લોકો દ્વારા ગાઢ મૂઢ માર મારવામાં આવ્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સોલા ખાતે સોલા પોલીસ પહોંચી હતી અને તેમની સારવાર શરૂ કરાઈ હતી. જાણવા મળેલ સમાચારો મુજબ તેમના પગના ભાગે ભારે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ સોલા પો. સ્ટેશનના પીઆઇ જાડેજા સહિત ડી સ્ટાફ પીએસઆઈ તેમજ ત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સોલા સિવિલ ખાતે પહોંચ્યા હતા અને ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સોલા પીઆઇ જાડેજાના જણાવ્યા મુજબ તેઓ ખુદ જાતે આખા કેસનું મોનીટરીંગ અને તપાસ કરી રહ્યા છે અને પૂર્ણ સહકાર સાથે ગુનેગારને પકડવામાં આવશે અને આવા કૃત્ય કરનારને છોડવામાં આવશે નહીં તેવી બાંયધરી આપી હતી.

તો બીજી તરફ આ વાત વાયુવેગે પત્રકાર જગતમાં ફેલાતા આ મીડિયા આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વિવિધ પત્રકાર સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. મીડિયા સંગઠન પત્રકાર પ્રેસ પરિષદ અને પત્રકાર એકતા સંગઠન તેમજ મીડિયા જગત દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે. તો આ બાબતે પત્રકાર એકતા સંગઠન દ્વારા કમિશ્નર સાહેબને 200 પત્રકારો મળી આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

છેલ્લા કેટલાય સમયથી પત્રકારો અને પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહયો છે બુટલેગરો કે દારૂના માફિયા હોય કે જુગારધામ ચલાવનાર ગમે તેમ કરી અવનવી યોજનાઓ દ્વારા પત્રકારો કે પોલીસ પર હુમલા કરી તેમની ગંદી માનસિકતા દ્વારા છતી કરી રહ્યા છે જાણે એમને પોલીસ અને પત્રકારનો કોઈ જ ડર નથી રહ્યો. રાજ્ય સરકાર દ્વારા આ બધી બદીને ડામવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનારને કોણ છાવરી રહ્યું છે તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. પત્રકાર જે સમાજમાં ચાલતી બદીઓ, વિકાસના કામો, પ્રજાના પ્રશ્નોને પ્રજા અને અધિકારીઓ સરકારના સન્માનીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હોય છે ત્યારે પોલીસ પણ પોતાની ફરજ પૂર્ણ નિભાવતા તેને રોકવા માટે સક્ષમ રહેતી હોય છે ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા માફિયા હોય કે બુટલેગર કોની રહેમ નજર અને આશીર્વાદ મેળવી આવા હુમલાને અંજામ આપે છે તે વિચારવા સમાન છે. થોડા મહિના અગાઉ પણ રામોલમાં પણ એક મહિલા પત્રકાર, અને સિવિલ ખાતે પણ એક મહિલા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી તો ચાંદખેડા ખાતે પણ જુગાર ચલાવનાર નામી બુટલેગરનું જુગરધામ બંધ કરાવવા જતા જુગરધામ બંધ કરવાની જગ્યાએ ઊલટું જુગરધામ ચલાવનારે પત્રકાર પર ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. પત્રકાર ને યેનકેન રીતે કોઈ પણ રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની આ વૃત્તિ હાલ ખૂબ જ જોવા મળી રહી છે જે ખરેખર શરમજનક વાત કહી શકાય. મીડિયા જગતમાં નાના હોય કે મોટા પત્રકારો સાચી વાત જાણી તેને પ્રજા સમક્ષ પ્રકાક્ષિત કરી તે વાત પ્રજા અને જે તે અધિકારીઓ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકાર કરતા હોય છે પરંતુ પત્રકારની તપાસ દરમ્યાન પોતાની લીલા બહાર ન આવી જાય તે માટે આવા અસામાજિક પ્રવૃતિઓ ચલાવનાર ગમે તેમ કરી પત્રકારને ફસાવવાના કિમીયા અજમાવતા નજરે જોવા મળી રહ્યા છે.

સોલા પોલીસ દ્વારા પૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક પૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવું ક્યાં સુધી બનતું રહેશે? આજે દિનેશ કલાલ હોઈ શકે તો કાલે તમારો નંબર પણ આવી શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *