અમદાવાદ: સમગ્ર વિશ્વમાં અચાનક આવી પડેલી કોરોના મહામારીએ આખાય વિશ્વને પોતાના બાનમાં લઈ લીધુ છે. ત્યારે ભારતમાં માત્ર ૧૦ મહિનાનાં ટૂંકા ગાળામાં જ કોરોનાને હરાવવા માટે રસીનુ આગમન થઈ ગયું છે. જેનો શુભારંભ ૧૬ જાન્યુઆરીથી પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્ત્તે કરવામાં આવ્યો છે .
અમદાવાદ જિલ્લામાં ધંધુકા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે ૭૮ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી. સરકારી આરોગ્ય કર્મચારીઓ, CHC સ્ટાફ, RMC હોસ્પિટલ સ્ટાફ, નર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. રસીકરણ બાદ કોઇપણ વ્યક્તિને આડઅસર થઇ નહોતી. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. તેમ ડૉ.ભાવેશ હડિયલે જણાવ્યુ હતુ.