અમદાવાદ: કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.
જે અંતર્ગત અમદાવાદ જીલ્લાના સાત તાલુકાઓમાં અને નવ સેશન સાઈટ પર આજ રોજ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૬૪૧ કોરોના વોરિયર્સને રસી આપવાનો લક્ષ્યાંક પુરો પાડવામાં આવ્યો હતો.
જીલ્લાના ધોળકામાં ૭૩,બાવળા-૮૦ , વિરમગામ તાલુકાના કુમરખાણમા ૫૧ અને કરકથલમા ૧૦૨, દસ્ક્રોઈ ખાતે ૧૦૦ અને ૧૦૮ ના ફ્રન્ટ લાઈન વર્કસ,સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ,આશા વર્કર અને આંગણવાડીના બહેનો સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
રસીકરણ બાદ કોઇ પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઇ નથી.
વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ધોળકા ખાતે ડૉ.મુનીરાબેન, બાવળા ખાતે ડૉ.ગાંગાણી, દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ખાતે રિઝનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ.સી.જી.પટેલ અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.