શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે વિવિધ માઈ ભક્તો તરફથી અલગ અલગ દાન આપવામાં આવે છે ત્યારે તારીખ 21/11/2021 ના રોજ સાંજે અંબાજી શકિત પીઠ ખાતે દર્શનાર્થીઓને મંદિર પરિસર મા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી તારીખ 21/11/2021 સોમવારે સાંજે પર્જન્ય સિદ્ધાર્થભાઈ દીક્ષિત પરિવાર તથા જોઈતારામ અંબારામ સંઘવી ટ્રસ્ટ દ્વારા પાન્ડા વોટર ટેન્ક અમદાવાદ નો આરઓ પ્લાન્ટ ભેટ સ્વરૂપે અપાયો હતો.
માઈ ભક્તો વર્ષોથી અંબાજી મુકામે માં અંબાની પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે. અંબાજી ખાતે દૂરદૂર થી પ્રત્યેક દિવસ હજારો શ્રધ્ધાળુઓ પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. જેમાં મંદિરના ચાચર ચોકમાં પીવાના પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે અંબાજી મંદિર પરિસરમા શ્રદ્ધાળુઓને પીવાનુ સ્વચ્છ પાણી મળી રહે તે માટે જ્ઞાતીબંધુ શ્રી પર્જન્યભાઈ સિધ્ધાર્થભાઈ દિક્ષીત તરફથી મા અંબાજીનાં પ્રાંગણમાં 500 લીટર પ્રતી કલાક ની ક્ષમતા વાળો આરઓ પ્લાન્ટ અર્પણ તા.22/11/2021 ના રોજ કરવામાં આવેલ અને આનુ અનાવરણ સૌ. નીકિતા પર્જન્ય દિક્ષીત, સૌ. દિગીષા અંકીત દિક્ષીત અને સૌ. રાધિકા નયન ઝા તરફથી કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર, હાટકેશ્વર મહાદેવ મંદિર રાયપુર ચકલા અમદાવાદ અને માતાજી ની વાડી રાયપુરુ ચકલા અમદાવાદ મુકામે પણ આ વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી