વિશ્વની જનેતા એટલે માં અંબા,અંબાજી ધામ આરાસુરની પહાડો વચ્ચે વસેલું છે.અંબાજી કોટેશ્વર સરસ્વતી નદી કિનારે વસેલું માં અંબાનું ધામ છે ,વર્ષે દહાડે લાખો કરોડો ભક્તોનું ઘોડાપુર અંબાજી તરફ દર્શનાર્થે આવતા હોય છે,કોરોના કહેર ઓછો થતા લોકો ધાર્મિક સ્થાનો અને હીલ સ્ટેશનો તરફ આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે પણ ભક્તો માં અંબા ના દર્શન કરવા આવી રહ્યા છે.13/7/2021 ના સાંજે 6 વાગે અમદાવાદ સાયન્સ સીટી થી 7 મિત્રો સાયકલ લઈને અંબાજી તરફ નીકળ્યા હતા અને 14/7/2021 ના રોજ સવારે 8 વાગે અંબાજી ધામ આવી પહોંચ્યા હતા ભક્તો ખાનગી વાહનો દ્વારા અંબાજી આવી રહ્યા છે તો કેટલાક ભક્તો સાયકલીંગ કરીને પણ અંબાજી આવી રહ્યા છે.
અમદાવાદ ખાતે રહેતા મિત્રોને દરરોજ સાયકલીંગ કરવાનો શોખ છે જેનાથી તેમના શરીરને આરામ પણ મળે છે અને શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે ત્યારે આ 8 મિત્રો રોજે રોજ 70 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે ત્યારે 13 જુલાઈ ના રોજ સાંજે 8 મિત્રોએ અંબાજી માતાજીના દર્શન કરવા નો પ્લાન બનાવ્યો હતો અને આ મિત્રો સાયકલીંગ દ્વારા માતાજીનું નામ લેતા લેતા અંબાજી ખાતે 14 જુલાઈના રોજ સવારે 8 વાગે આસપાસ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને માતાજીના મંદિર ખાતે જઈને દર્શન કર્યા હતા ભક્તો પણ માં અંબા ની આરાધના કરવા અંબાજી તરફ આવી માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે.
:- અંબાજી આવેલા મિત્રો :-
1. જીગ્નેશ પટેલ
2.નેહલ પટેલ
3.પરેશ પટેલ
4.ચિરાગ પટેલ
5.જય પટેલ
6.માઈક પટેલ
7.સુનીલ પટેલ
8.જીજ્ઞેશ જયશ્વાલ.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી