Breaking NewsLatest

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કર્મીઓ દ્વારા કરાવવામાં આવી ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની અનેરી ઉજવણી..

ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર

અમદાવાદ: ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ જ હતાશ અને ચિંતીત હતા. ચિંતા ભાઈના સ્વાસ્થયને લઈને અને હતાશા જીવનમાં પ્રથમ વખત ભાઈને સૂતરના તાંતણે રાખડી નહીં બાંધી શકવાના કારણે…

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજયભાઈ અને તેમના બહેનની દરકાર કરીને સિવિલતંત્ર દ્વારા વિડીયો કોલિંગ મારફતે વિધિવત રીતે રક્ષાબંધનની ઉજવણી કરાવવામાં આવી હતી. દર્શનાબહેને વીડીયો કોલિંગની મારફતે રક્ષાબંધનની સમગ્ર વિધીની તબક્કાવાર દોરવણી કરી અને અહીં કોરોના વોર્ડમાં પેશન્ટ અટેન્ડેન્ટ પ્રિયંકા બેન દ્વારા અજયભાઈને પ્રતિકાત્મક રાખડી બાંધવામાં આવી..આ રાખડી બાંધ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં બેસેલા દર્શનાબેને અજયભાઈ ને કોરોના સામે અજય થવાના આશીર્વાદ આપ્યા હતા.

કોરોનાની સારવાર લઈ રહેલા મણિનગરના નિકિતાબેન પટેલ પણ સમગ્ર કોરોના વોર્ડમાં થઈ રહેલી રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી જોઈને પોતાના ભાઈ અનુપને ખૂબ યાદ કરવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈ સિવિલ હોસ્પિટલની સેનેટરી ઈન્સ્પેક્ટર જયમીન બારોટ બહેન પાસે પહોંચ્યા અને કહ્યુ બહેન તમે ચિંતા ના કરશો હું પણ તમારો ભાઈ જ છું.  નિકિતાબેન તમામ દુ:ખ ભૂલીને હર્ષભેર જયમીનભાઈમાં જ પોતાના ભાઈની છબી જોઈ તેમને રાખડી બાંધી દીર્ધાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા. જયમીનભાઈએ પણ નિકિતાબેનની કોરોના સામે જ નહીં જીવનની દરેક કપરી પરિસ્થિતિમાં રક્ષા કરવાનુ વચન આપ્યુ હતુ.

કોરોનાની પરિસ્થિતિમાં સારવાર લઈ રહેલા દર્દીનું પોતાના પરિવારથી વિખૂટા રહેવું સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિઓમાં દર્દીને પ્રેમ, હૂંફ મળી રહે દર્દી એકલવાયુ ન અનુભવે તે ખૂબ જરૂરી છે. ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા કે જેઓ જીવનમાં પહેલી વખત પોતાના ભાઈ કે બહેનથી દૂર રહીને આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકવા સક્ષમ ન હતા. આ સમગ્ર લાગણીઓને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના સગાની દરકાર કરીને અસામાન્ય  પરિસ્થિતિમાં પણ સામાન્ય રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર વ્યવસ્થાપનમાં સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદી, એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ અને ડૉ. રાકેશ જોશી, અન્ય તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ પેશન્ટ અટેન્ડેન્ટના ઉત્સાહ અને સધન પ્રયાસોના કારણે ૧૨૦૦ બેડમાં સારવાર લઈ રહેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

સિવિલની કોરોના ડેડીકેેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં માં સારવાર લઈ રહેલા તમામ કોરોના દર્દીઓને સિવિલ તંત્ર દ્વારા સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતુ. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને વીડિયો કોલ મારફતે વોર રૂમમાંથી સિવિલ તંત્ર દ્વારા તેમની બહેનને સંપર્ક કરાવી રૂબરૂ કરાવવામાં આવ્યા  હતા. આ વીડિયો કોલ મારફતે વિધિવત રીતે કંકુ, ચોખાથી વિજય તિલક કરી, દીર્ધાયુ માટેના મંત્રોચ્ચાર કરી, રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનાગ્રસ્ત ભાઈઓને સિવિલના નર્સિંગ સ્ટાફ, તેમજ સેવા-શુશ્રુષા કરી રહેલા પેશન્ટ અટોન્ડ દ્વારા સૂતરના તાંતણે બાંધીને બહેનની કમી પૂરી કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કોરોનાગ્રસ્ત બહેનોએ સિવિલના તબીબો, અન્ય સ્ટાફ મિત્રોની સેવા-શુશ્રુષા બિરદાવી તેમના દીર્ધાયુ માટે રાંખડી બાંધીને તેમનાથી રક્ષાના વચન લીધા હતા..

આજે સિવિલ તંત્રની સંવેદનશીલતાના કારણે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ ભાવવિભોર બન્યા હતા. સમગ્ર વોર્ડમાં આજે હર્ષની લાગણીઓ વાટે દર્દીઓ, તેમના બહેનો, તબીબોમાં, નર્સિંગ સ્ટાફમાં અશ્રુધારા વહી હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ઉજવણી થઈ રહેલા રક્ષાબંધનનેે ૨૯ વર્ષ પછી અનાખો સંયોગ જોડાયો છે. આ તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના હેતના આ પવિત્ર તહેવારે અનોખો સંયોગ રચાયો છે. સર્વાર્થ સિધ્ધિ અને દીર્ધાયુ આયુષ્યમાનનો શુભ સંયોગ લગભગ ૨૯ વર્ષ પછી આવ્યો છે. આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો છાંયડો પણ રક્ષાબંધન પર પડવાનો નથી.ખરા અર્થમાં અસામાન્ય પરિસ્થિતિઓ વચ્ચે પણ આવા સંયોગના કારણે ૨૦૨૦ નો આ રક્ષાબંધન પર્વ યાદગાર બની જવા પામ્યો છે.

રિપોટ બાય સંજીવ રાજપુત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *