Breaking NewsLatest

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા અને ન્યુક્લીઓન નેટ વેબપોર્ટલ કાર્યરત કરાયું

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.

વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ , ચૂકવણા કરવામાં સરળતા રહે તે માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમજ વિવિધ ઓનલાઇન એપ્લીકેશન અને પ્લેટફોર્મના માધ્યમથી અને QR કોડ સ્કેન કરીને પણ નાણાં સ્વીકારવામાં આવશે.

આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને સી.ટી.સ્કેન, એમ.આર.આઇ, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમીટ જેવા રીપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણા ઓનલાઇન મારફતે ચૂકવણા કરી શકાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિજીટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળે , દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.

તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જ દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનીકેશન સરળ બનાવવા અને બંનેના રેફરન્સ માટે ન્યુક્લીઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનીકેશન થકી માર્ગદર્શનમાં સરળતા રહેશે.

ન્યુક્લીઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઇપણ છેડે થી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.
…………………………………

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 680

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *