પત્રકાર અને જાગૃત નાગરિક મુકેશભાઈ વાઘેલા દ્વારા અરજી કરવામાં આવી હતી કે જુના માલકનેશ ગામ માં સરપંચ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં થયેલા કામોમાં વ્યાપકપણે કૌંભાંડ આચરેલ હોય તેમની તપાસ કરવી જરૂરી હોય જેમાં ગટર લાઈન , સ્ટ્રીટલાઇટ, જીપીડીપી અંતર્ગત બનેલા ઇન્ફોર્મેશન બોર્ડ તેમજ તાજેતરમાં જ ગામની શેરીઓમાં પેવર બ્લોક રોડ બનાવવમાં આવ્યો તેની એસ્ટીમેન્ટ પ્રમાણે કામ થતા નથી અને તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવે તેમ છે આ અન્વયે તાલુકા અધિકારી દ્વારા તેમજ ડીડીઓ સાહેબ ના હુકમ થી ગામની રૂબરૂ મુલાકાત લેતા રોડ કૌભાંડ બહાર આવ્યું છે. ઉલેખનીય છે કે જુના માલકનેશ ને જાગૃત નાગરિક અને ઉપસરપંચ આ બ્લોક પેવિંગ ના નબળા કામ ની તપાસ કરી અટકાવતા તેમની ઉપર ખોટી રીતે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી અને સરપંચ ચોથા ભાઈ જાદવ ના પુત્ર દ્વારા જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી પરંતુ હસમુખભાઈ શિયાળૅ હિંમત હાર્યા વિના કૌંભાંડ ખુલું પાડવામાં સફળ રહિયા હતા આખરે દૂધ નું દૂધ અને પાણી નું પાણી જનતા સમક્ષ ખુલ્લું થયું હતું
તેમજ મળતી માહિતી મુજબ આ રોડના બીલો પણ મંજુર લગતા વળગતા
અધિકારીઓ દ્વારા મંજુર કરી આપવામાં આવ્યા છે.હવે તંત્ર દ્વારા આ નવાં બનેલા પેવર બ્લોક રોડની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી તો ગામના સરપંચના કાર્યકાળ દરમ્યાન થયેલા કામના કૌભાંડ ની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું હતું ,આ તપાસમાં ખાંભા તાલુકાના વિકાસ અધકારી, અએમઈ શ્રી,અરજદાર મુકેશભાઈ વાઘેલા,તલાટી કમ મંત્રી,સરપંચ, ઉપ સરપંચ,તેમજ ગામના આગેવાનો હાજર રહી તપાસ કરતા મોટુ કૌભાંડ બહાર આવ્યું તમામ કામ પ્લાન એસ્ટીમેન્ટ વિરુદ્ધ બનાવવામાં આવ્યું હતું જેના બિલ પણ મંજુર થયેલ છે જેથી કૌભાંડમાં સામેલ તમામ અધિકારીઓ ઉપર ટુંક
સમયમાં એસીબીમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાઈ તો રિટ પિટિશન દાખલ કરવામાં આવશે તેવું જાણવાં મળ્યું હતું.
રિપોર્ટ બાય મુકેશ વાઘેલા