કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે પરંતુ કહેવત છે કે કે વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીમાં વેરઝેર ઊભા થતા નથી પરંતુ સરપંચની ચૂંટણીમાં હારજીતનાં વેર ભવોભવ ચાલતા હોય છે. આવી જ એક ઘટના બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે શુક્રવારના રોજ બનવા પામી છે પ્રાંતવેલ ગામે ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી છે વિજયી સરપંચ અને હારેલા સરપંચના જૂથો વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આખી ઘટના તાલુકામાં ‘ચોરેને ચૌટે’ ચર્ચાઈ રહી છે દૂધ મંડળીમાં દૂધ ભરાવવા આવેલા હારેલા સરપંચ પર જીવલેણ હુમલો થતાં હારેલા સરપંચ ઇજાગ્રસ્ત થયા હતા અને જૂથ અથડામણમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે (૧) ખાંટ રસિકભાઈ જુજારભાઈ (૨) ખાંટ સુરેશભાઈ રમણભાઈ (૩) ખાંટ મહેન્દ્રભાઈ સાઈબાભાઈ (૪) ખાંટ સુથાભાઈ વાઘાભાઈને વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સાઠંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવા માટે કવાયત હાથ ધરી હતી. જોકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની બંને જૂથ તરફથી પોલીસ ફરિયાદ કરવામાં ના આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.