કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાળક ત્રણ વર્ષનો હતો ત્યારથી રામાયણ-મહાભારતનું જ્ઞાન ધરાવે છે
મોડાસાનો ચાર વર્ષનો બાળક રમવાની ઉંમરમાં હિન્દુ સંસ્કૃતિના પાઠ ભણવામાં લાગે છે જ્યારે બાળક ત્રણ વર્ષનો હતો ત્યારે રામાયણ-મહાભારતના મોટાભાગનું જ્ઞાન ધરાવતો હતો.જ્યાં હાલમાં હનુમાન ચાલિશા તેમજ ગણેશજીના અને બીજા શ્લોક લોકો મોઢે બોલી શકે છે તેમજ ઘટનાઓ અને જાણવાજવુ પણ પોતાની જાતે સમાચાર મા સાંભળીને જણાવે છે.
મધુવન સોસાયટી, મોડાસા ખાતે રહેતા અને રમોસ ના વતની બિનલબેન સૌરભકુમાર પ્રજાપતિ પુત્ર વ્યાન કે જે હાલમાં કલરવ જુની. કે.જી, મોડાસા માં અભ્યાસ કરે છે વ્યાન વધુ ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં રસ ધરાવે છે વ્યાન બાળપણથી જ સાહિત્યની ચર્ચામાં જ રસપ્રદ રહેતો.જ્યાં પોતાના માતાપિતા નો મોબાઇલ લઇ આજના બાળકોની જેમ મોબાઈલ ગેમ્સ નહીં પરંતુ અલગ-અલગ સાહિત્યના વીડિયો જુએ છે જ્યારે વ્યાન ત્રણ વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના રામાયણ-મહાભારતની મોટાભાગની ગાથા પોતાના મુખેથી વર્ણવે છે.
જ્યારે મહાભારતના શ્લોકો અભિનય સાથે રજુ કરતા તેની પાસે બેસીએ નાના બાળક પાસે નહીં પરંતુ કોઈ ઉંમરલાયક વિદ્વાન પાસે બેઠા હોય તેવુ મહેસુસ થાય છે.જે હાલમાં વ્યાન ચાર વર્ષની ઉંમરે હનુમાન ચાલીસા, ગણેશજીના શ્લોક પુસ્તક વિના મોઢે બોલી શકે છે.
બાળકની માતા ગર્ભવતી સમયે રામાયણ-મહાભારત વાંચતી
વ્યાનની માતા બિનલબેન જણાવ્યું હતું કે”જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે ધરડાઓની કહેવત મુજબ મારા શિશુમાં સાંસ્કૃતિક સંસ્કાર આવે તે માટે રામાયણ અને મહાભારત સહિત અનેક સાહિત્યનું વાંચન કર્યું હતું તેમજ ગાયત્રી સંસ્કાર લીધેલ.