દસગામ વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મોડાસાના કુડોલ ખાતે મંત્રીશ્રીનો સત્કાર સમારોહ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પાલનપુર ખાતે દસ ગામ વણકર સેવા ટ્રસ્ટ, દધાલીયા સંચાલિત સાર્વજનિક લાયબ્રેરી(સરકારી)નું લોકાપર્ણ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદ હસ્તે અને અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
મોડાસાના કુડોલ ગામે મંત્રીશ્રીનો સત્કાર સમારંભ દસગામ વણકર સમાજ સેવા ટ્રસ્ટ, દધાલીયા સંચાલિત સાર્વજનિ તથા ટ્રસ્ટના હોદેદારો અને ગામજનો દ્વારા સત્કાર સમાંરભ યોજવામાં આવ્યો
મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા જણાવામાં હતું કે, રાજયની આ સરકારને ૧૨૧ દિવસથી વધારે સમય થવા આવ્યો છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લામાં વિકાસના કામ કરી રહી છે જેમાં વ્યક્તિલક્ષી અને સામુદાયિક અનેક યોજનાઓનું સરળીકરણ કર્યુ છે, જેમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મહત્તમ લાભ મળી શકે તે માટે આંબેડકર આવાસ યોજના,કુંવરબાઈનું મામેરું, વિદેશ અભ્યાસ માટે આપવામાં આવતી સહાયમાં ફેરફાર કર્યા છે જેના કારણે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે નાની-મોટી સહાય લેતા હોય તેમાં એફિડેવિટ કરાવવું પડતું હતું જેમાંથી મુક્તિ આપીને ગુજરાતને એફિડેવિટ મુકત રાજ્ય બનાવાયું છે. વિધાર્થીઓના અભ્યાસમાં કોઇ વિક્ષેપ ન સર્જાય તે માટે ફ્રિશીપ અંતર્ગત FRC લાગુ કરવામાં આવી જેના કાર ygણે ખાનગી યુનિવર્સીટીમાં હવે પછી વિદ્યાર્થીઓને નાણાકીય તકલીફ ના પડે તેવું સુચારૂ આયોજન કરાયું હોવાનું મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાની જાણકારી આપી અને તેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
પ્રાસગિક પ્રવચનમાં જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ પટેલે સરકારે કરેલા વિવિધ વિકાસના કામોની રૂપરેખા આપી લોકોને વધુમાં વધુ યોજનાકીય લાભો લેવા માટે અનુરોધ કર્યો હતો. સાર્વજનિક લાયબ્રેરીના વધુ વિકાસ અર્થે દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસગે સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્કના ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી, ટ્રસ્ટના પ્રમુખશ્રી નાનજીભાઈ વણકર મંત્રી શ્રી ખેમાભાઈ વણકર, હોદેદારો, ટ્રસ્ટીગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.