અરવલ્લી
અરવલ્લી જિલ્લા ભાજપ ના સંઘઠન માં તાજેતરમાં યોજવામાં આવેલી ચૂંટણીમાં ભાજપ પાર્ટી ના મેન્ડેડ થી ચૂંટાયેલા સભ્યો ને બે હોદ્દો નહિ આપવા ના નિયમ મુજબ ખાલી પડેલી જગ્યાઓ પર નવીન નિમણુંક કરતા ભિલોડા ના યુવાન અને ડેકોરેશન તેમજ પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા માજી સરપંચ મનોજભાઈ પટેલ ની અરવલ્લી જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ અન્ય ઉપ પ્રમુખો તરીકે અનિલભાઈ આર પટેલ,જ્યંતીસિંહ મંગલસિંહ ઝાલા,યશપાલસિંહ હરિશ્ચન્દ્ર સિંહ પુંવાર, કુલ ચાર ઉપ પ્રમુખ અને મંત્રી તરીકે રાહુલપુરી જી ગોસ્વામી અને અરવલ્લી જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે અશ્વિનકુમાર ભરતભાઇ પરમાર ની નિમણુંક કરવામાં આવી જ્યારે બાયડ શહેર ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ગોબરભાઈ પટેલ અને મોડાસા શહેર ના મહામંત્રી પદે તરકભાઈ શંકરભાઈ પટેલ ની નિયુક્ત કરવામાં આવી આમ અરવલ્લી જિલ્લા ભાજપ ના ઉત્સાહિત અને કર્મઠ નિષ્ઠાવાન અધ્યક્ષ રાજેન્દ્ર પટેલે વિવિધ મોર્ચાઓ અને ઉપ પ્રમુખો કાર્યાલય મંત્રી અને શહેર પ્રમુખ અને મહામંત્રી ની નિમણુંક પત્ર લખીને જાણકારી આપી હતી નિમણુંક થયેલા હોદ્દેદારો ને જિલ્લા ના ઠેર ઠેર વિસ્તારમાં થી જનતા અને કાર્યકરો એ આવકારી અભિનંદન આપ્યા હતા