કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં લોકો ૧૦ ના રૂપિયા સ્વીકારતા હોવાથી લોકો મુંઝવણમાં મુકાયા છે . જિલ્લામાં લોકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી પણ બેન્કો આ સિક્કા સ્વીકારી રહી છે . જેને લઇને બેન્કમાં પણ 10 રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયો છે . અરવલ્લીમાં લોકો રૂ .10 નો સિક્કો સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે જેની પાછળ મુખ્ય બે કારણો છે . જેમાં પ્રથમ એક તો બજારમાં અફવા છે કે 10 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે , જેને લઇને લોકોને ભય છે કે અમે 10 રૂપિયાના સિક્કા સ્વીકારીશું અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે તો ? અને બીજુ 10 રૂપિયાના સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે આથી વજનના લીધે લોકો સિક્કા સ્વીકારતા નથી . બે મુખ્ય કારણોથી લોકો સિક્કા સ્વીકારતા નથી . માત્ર એક અફવાને લીધે જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિતની બજારમાં 10 ના સિક્કા ગુમ થઈ ગયા છે . કારણ કે હાલ જે પરિસ્થિતિ છે તે માત્ર એક ગેરસમજણના લીધે ઉભી થઇ છે . છેલ્લા ઘણા દિવસથી બજારોમાં 10 રૂપિયાના સિક્કા જોવા મળતા નથી . જ્યારે કોઈ દુકાનો ૫૨ તમે જશો તો વેપારી કહે છે હું 10 રૂપિયાનો સિક્કો નહીં સ્વીકારું , જ્યારે કોઈ વેપારી ગ્રાહકને 10 નો સિક્કો આપશે ત્યારે તે કહી દેશે રહેવા દો 10 રૂપિયાની નોટ આપો . શહેર અને જિલ્લામાં રૂ .5 અને 10 નાં ચલણી સિક્કા ન લેવા અંગેની પ્રવર્તતી ગેરમાન્યતા દૂર કરી અથવા બેંકનાં પત્ર મારફત ચલણી સિક્કા ચલણમાં હોવા અંગે પત્ર બહાર પાડી જાગૃતિ લાવવા અને સિક્કાઓનાં અસ્વિકાર કરવા બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા શું પગલા લેવાશે ? તેવું જિલ્લા વાસીઓમાં ચર્ચાઇ રહ્યું છે .