જિલ્લામાં નોંધાયેલા ૧,૧૭૩ કેસો પૈકી ૪૨૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર, તા.૨૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૧૭૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના ભમરીયા ગામ ખાતે ૨, મહુવા ખાતે ૨, મહુવાના કોંજણી ગામ ખાતે ૧, મહુવાના દુધાળા ગામ ખાતે ૧, મહુવાના નાના પીપળવા ગામ ખાતે ૧, મહુવાના મોટા આસરણા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજાના ત્રાપજ ગામ ખાતે ૩, તળાજાના બોરલા ગામ ખાતે ૧, ઉમરાળાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળાના ઠોંડા ગામ ખાતે ૨ તથા ઉમરાળાના રંઘોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૩ અને તાલુકાઓના ૧ એમ કુલ ૧૪ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧,૧૭૩ કેસ પૈકી હાલ ૪૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૭૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.