Breaking NewsLocal Issues

આજે જિલ્લામા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૨ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૨ દર્દીઓનુ અવસાન થયું

જિલ્લામાં નોંધાયેલા ૧,૨૩૭ કેસો પૈકી ૪૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર, તા.૨૭ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૨૩૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના કુડા ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, જેસરના તાતણીયા ગામ ખાતે ૧, જેસરના માતલપર ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, સિહોર ખાતે ૨, તળાજાના સથરા ગામ ખાતે ૨, તળાજાના વેળાવદર ગામ ખાતે ૨ તથા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૧૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૨ અને તાલુકાઓના ૨૦ એમ કુલ ૩૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર શહેરમા રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૨૩૭ કેસ પૈકી હાલ ૪૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૭૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 334

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *