bhavnagarBreaking NewsGujarat

મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે લગ્નમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે લગ્નમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.

મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મહેશભાઈ જોષી દ્વારા લગ્નમાં આવેલ મહેમાનો અને યજમાનોને મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

જેથી લગ્નમાં આવેલ લોકોને આગામી 7 મે ના રોજ મતદાન કરીને પોતાની ફરજ અદા કરવા અંગે જણાવાયું હતું.આ ઉપરાંત બધાને મતદાન કરવા અંગેના પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 91

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *