bhavnagarBreaking NewsElectionGandhinagarGujarat

ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ પત્રકાર પરીષદ યોજી

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નાં ત્રીજા તબક્કા માટે ૭ મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારો મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ પત્રકાર પરીષદ યોજીને જણાવ્યું હતું કે, ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ૧૯૧૬૯૦૦ મતદારો નોંધાયેલા છે.જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વધુમાં તેમણે કહ્યું કે,સંસદીય મત વિસ્તાર ૧૯૬૫ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.૬૫૭ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે.૭ વિધાનસભા દિઠ વિવિધ થીમ આધારિત કુલ ૭ આદર્શ મતદાન મથકો,વિધાનસભા દિઠ ૭ એમ કુલ ૪૯ જેટલા મહિલાઓ સંચાલિત સખી મથક,કુલ ૭ દિવ્યાંગ મતદાન મથકો,૦૧ યુવા મતદાન મથક ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો જિલ્લા ચુંટણી અધિકારીએ આપી હતી.

ચૂંટણી પ્રક્રિયામાં ફાળવેલ સ્ટાફની વિગતો જણાવતા તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૧૦૬૨૫ જેટલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.આ ઉપરાંત મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચુકી છે.મતદાર કાપલી મતદાન મથક જવા સુધી મદદરૂપ થવા માટે છે તે ઓળખનાં પુરાવા તરીકે કામ લાગશે નહીં.ઓળખ પુરાવા માટે ચુંટણી પંચ દ્વારા માન્ય ૧૨ માંથી કોઈ પણ પુરાવો સાથે રાખવો જરૂરી છે.આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં સી-વીજીલ એપ અને કંટ્રોલરૂમ પર ૬૬૮ ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદનો નિકાલ કરાયો છે.ભાવનગર સંસદીય મતવિસ્તાર માટે સી.યુ-૩૦૩૯, બી.યુ-૩૦૩૯ અને વીવીપેટ-૩૨૮૪ ફાળવવામાં આવ્યાં છે.તેમજ સી.યુ-૧૧૧, બી.યુ-૩૯૧ અને વીવીપેટ-૧૩૨ જિલ્લાકક્ષાએ રીઝર્વ રાખવામાં આવ્યાં હોવાની માહિતી આપી હતી.

ભાવનગર સંસદિય મત વિસ્તારમાં અશક્ત,દિવ્યાંગ,સિનીનર સીટીજન,ગર્ભવતી મહિલા મતદારોને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.મતદાન કેન્દ્રની બહાર મતદાન સહાયતા કેન્દ્ર બનાવાશે.હીટ વેવ સંદર્ભે પણ આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે.જેથી મતદાન મથકે મેડિકલ કીટ ઉપલબ્ધ કરાશે.આ સિવાય મતદારો માટે પાણી,છાંયડામાં બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરી દેવાયું છે.આમ,ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે ભાવનગર જિલ્લા ચુંટણીતંત્ર સજ્જ છે તેમ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી આર.કે.મહેતાએ જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોંલકીએ જાણકારી આપતા કહ્યું કે,મતદાન જાગૃત્તિ માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતાં જેની વિગતવાર માહિતી તેમણે આપી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત બંધોબસ્ત લોકસભા સંસદીય મત વિસ્તારમાં ગોઠવાયો હોવાની જાણકારી આપવાની સાથે ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન.વી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે,લોકશાહીના પર્વની ઉજવણીને ધ્યાને લઇને કામદારો માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે તેના માટે હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ તકે પ્રોબેશનરી આઇ.એ.એસ.અધિકારી શ્રી આયુષી જૈન,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણી,અધિક કલેક્ટરશ્રી ડી.એન.સતાણી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.એન.ચૌધરી સહિત ભાવનગર જિલ્લાના મીડીયા કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *