Breaking NewsLatest

અવાજથી બમણી ઝડપથી ઉડતું એ છે રાફેલ..એક નજર ભારતના એરફોર્સમાં શામેલ થનાર રાફેલ વિમાન પર:

(સંજીવ રાજપૂત) : ભારતની સૈન્ય શક્તિમાં મજબૂત વધારો કરતું એવું રાફેલ વિમાન ભારત આવવા માટે ફ્રાન્સથી રવાના થઈ ચૂક્યું છે. ફ્રાન્સથી 5 વિમાનો ભારત આવવા રવાના થયા છે જે 29 તારીખે અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે અને 1 મહિના પછી તે ભારતીય એરફોર્સમાં શામેલ થઈ ભારતની એરફોર્સનું ગૌરવ વધારશે અને ભારત દેશની સેના વધુ મજબૂત બનશે.

શું છે આ રાફેલ વિમાન?

રાફેલ: પોતાના વજનથી દોઢ ગણો બોજ ઉપાડવા સક્ષમ વિશ્વનું એકમાત્ર જેટ અને અવાજથી પણ બમણી ગતિમાં ઉડતું રાફેલ વિમાન ખૂબ જ અગત્યની ખાસિયતો ધરાવે છે. તેમાં લાગેલા અત્યાધુનિક ઉપકરણો આ વિમાનને અલગ જ દર્શાવે છે. રાફેલ 2140 કીમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે જે અવાજ થી બમણી છે અને તે પરમાણુ હુમલા માટે પણ સજ્જ છે. 16 ટન બૉમ્બ મિસાઈલ લઈ જવાની સાથે સાથે એક મિનિટમાં 2500 ગોળા ઝીંકવાની ક્ષમતા આ વિમાન ધરાવે છે. તેના નોઝ પરનું મલ્ટી ડાયરેક્શનલ રડાર 100 કિલોમીટરની હદમાં 40 થી વધુ લક્ષ્ય પર નિશાન લઈ શકે છે. તેમાં લાગેલો 1 ટન નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે 55 હજાર ફૂટ ઊંચાઈ એ થી પણ જમીન પર પડેલા ક્રિકેટ બોલનો ફોટો પાડી શકે છે. જેની ઉંચાઈ 5.3 મીટર, પહોળાઈ 10.9 મીટર અને ઊંચાઈ 15.3 મીટર છે. તેનું વજન હથિયાર ગોળા વગર 11 ટન છે. જેમાં 3 કરોડ સુધીના લેસર બૉમ્બ લગાવી શકાય છે. જેની ફ્લાઇટ રેન્જ સાડા દસ કલાકથી વધુ એટલે કે સતત 10 કલાકથી વધુ ઉડી શકે છે. તેની અંદરની તરફ અંદાજે 5.5 ટન ઇંધણનો સંગ્રહ કરી શકાય છે અને બહારની ટાંકીમાં 2 હજાર લીટર ઇંધણ સમાઈ શકે છે. ફ્રાન્સ સિવાય માત્ર 3 દેશો આ રાફેલ વિમાન ધરાવે છે જેમાં ભારત પણ 36 વિમાનોના ઓર્ડર સાથે હવે શામેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *