Breaking NewsSports

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આવનાર તા.૧૨ના રોજ અંડર-૧૯ ભાઈઓ માટે ગણેશ વિદ્યાસંકુલ ધ્રોલ ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરાશે

જામનગર: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અંડર-૧૯ ભાઈઓ માટે એથ્લેટીક્સ ઝોન કક્ષાની દોડ સ્પર્ધા યોજાનાર છે. જે અન્વયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એથ્લેટીક્સ રમતની અંડર-૧૯ ભાઈઓ માટેની ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડની સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેમાં જામનગર જિલ્લા ખાતે પણ તા.૧૨/૦૮/૨૦૨૧ના રોજ ભાઈઓની સ્પર્ધા સવારે ૦૭:૩૦ કલાકે શ્રી ગણેશ વિદ્યા સંકુલ, રાજકોટ-જામનગર હાઈવે, ધ્રોલ ખાતે રાખવામાં આવેલ છે. જે માટે રસ ધરાવતા તમામ ખેલાડીઓને ભાગ લેવા જામનગર જિલ્લા સિનીયર કોચશ્રી સંદીપ ચૌહાણ દ્વારા અનુરોધ કારવામાં આવેલ છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૧૫/૦૮/૨૦૦૨ થી તા.૧૪/૦૮/૨૦૦૭ સુધીના જન્મેલા કોઈપણ ખેલાડી કોઈપણ એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. રમતમાં ભાગ લેતી વેળાએ ખેલાડીએ આધાર કાર્ડની નકલ તેમજ જન્મ તારીખ અંગેનો પુરાવો ફરજીયાત સાથે રાખવાનો રહેશે. ખેલાડીઓએ સ્પર્ધા સ્થળે સ્વખર્ચે આવવાનું રહેશે. જિલ્લા કક્ષાની ઇવેન્ટમાં પ્રથમ આવનાર ખેલાડી ઝોન કક્ષાએ રમત સંકુલ, જુનાગઢ ખાતે તા.૧૪/૦૮/૨૦૨૧ના રોજ રમવા જશે. કોવીડ-૧૯ સંદર્ભની સરકારની વખતો-વખતની ગાઈડ લાઈન્સનું ઉમેદવારોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વધુ વિગત માટે કન્વીનરશ્રી મેહુલભાઈ દલસાણીયા મો. ૯૭ર૭ર ૯૭૬ર૮ તથા મો.૮૧૫૩૯ ૮૯૮૦૪, ૮૦૦૦૭ ૪૨૬૬૪, ૮૩૨૦૦ ૨૮૪૩૪, ૬૩૫૨૪ ૪ર૮૩૮ ઉપર સંપર્ક કરી શકાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 353

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *