વોર્ડ 4/એમાં આવેલી ઘનશ્યામ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગના પ્રથમ માળની એક બાલ્કનીનો સ્લેબ તૂટી પડ્યો. ઘટનામાં ગ્રાઉન્ડફ્લોરમાં રહેતા ચોકીદાર પરિવારના ત્રણ સભ્યોને ઇજા પહોંચી હતી. જેમાં 5 વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની 34 વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચતા સારવાર અર્થે રામબાગ અને ત્યાંથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘટનાની આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના વોર્ડ 4એ આ આવેલી ઘનશ્યામ એપાર્ટમેન્ટ બિલ્ડીંગના પ્રથમ માળની બાલ્કનીની સ્લેબ તૂટી પડતા નીચે રહેતા ચોકીદારની 5 વર્ષીય પુત્રી નંદુનું સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાળકીની 34 વર્ષીય માતા નિર્મલબેન પંકજભાઈ ઠાકોરને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. બાળકીના મૃતદેહને પીએમ માટે રામબાગ ખાતે રાખવામાં આવ્યો છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
Reporter Karishma Mani Kuchh