➡️ સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગ,ભાવનગર ખાતે ગઇ તા.૧૬/૦૨/૨૦૨૨ ના રોજ ફરીયાદીશ્રી સુરેશભાઇ પુનાભાઇ મકવાણા રહે.ટાટમ ગામ,તા.ગઢડા જી.બોટાદવાળાએ પોતાની ફરીયાદ હકીકત નોંધાવેલ જેમા કોઇ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમા ખોટુ નામ ધારણ કરી ફેક એકાઉન્ટ બનાવી ફરીયાદીની દિકરીઓ તથા તેમના પત્નીના ફોટાઓ તથા ગુગુલ એપ પરથી અન્ય અશ્લીલ ફોટા ડાઉનલોડ કરી આ ફોટાઓ એડીટ કરીને ફોટાઓ વિશે અશ્લીલ તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ફરીયાદીશ્રીના ભાઇના ઇન્સ્ટાગ્રામ મેસેન્જરમા મોકલેલ તેમજ ફરીયાદીશ્રી તથા તેમના પરિવારના સભ્યોને બદનામ કરતો હોય જે બાબતે આઇ.ટી.એકટ હેઠળ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ખાતે ગુનો રજી.કરવામા આવેલ.
➡️ સદરહુ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે આ ગુનાના આરોપીની ભાળ મેળવી તેના વિરૂધ્ધ મા ત્વરીત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
➡️ જે સુચના અન્વયે સા.ક્રા.પો.સ્ટે. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.એચ.બાર ના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.સ્ટાફ દ્વારા એકાઉન્ટ બનાવનારની માહિતી મેળવવા સારૂ ઇન્સ્ટાગ્રામ તરફથી આ ફેક એકાઉન્ટની માહિતી મેળવી તેમજ તમામ માહિતીનુ એનાલીસીસ કરી આ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમ નિતીનભાઇ જેસીંગભાઇ ચૌહાણ ઉવ.૨૯ ધંધો-મજુરીકામ રહે.ચિરોડા ગામ,બસ સ્ટેન્ડની બાજુમા,બાપા સીતારામ મઢુલી પાસે,તા.ગઢડા જી.બોટાદવાળો હોવાનુ જણાય આવેલ.જેથી મજકુર ઇસમને આ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
➡️ આ સમગ્ર કામગીરી ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા ટેકનીકલ ટીમ તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે.સ્ટાફ દ્વારા કરવામા આવેલ.