Latest

પ્રણામી વણકર સમાજનો સમુહ લગ્નોત્સવ ધનસુરા મુકામે યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના પ્રણામી વણકર સમાજનો સમુહ લગ્નોત્સવ ધનસુરા મુકામે યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા.
આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર , પૂર્વ મંત્રી શ્રી કરસનદાસ સોનેરી , મોડાસા ધારાસભ્ય રાજુભાઇ ઠાકોર, મહેશભાઇ ,હેમલત્તાબેન પટેલ , વિનોદ ચક્રવર્તીશ્રી અને સામાજિક સમરસતા સમિતિના ચંદ્રકાન્તભાઇ પટેલ હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા . અઢાર નવ દંપતીઓ એ પ્રભુતા માં પગલા પાડ્યા હતા.
સમરસતા સમિતિના સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલ તથા સમિતિના જિલ્લા સદસ્ય નરેશભાઇ દ્વારા દરેક નવ દંપતીઓને બાબા સાહેબ આંબેડકરજી ની છબી તથા “ ગૃહસ્થાશ્રમ પ્રવેશ – શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ “ વિષે ની પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી . આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ભરતભાઇ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિના મુલ્યે આંખના નંબર ચેક કરી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું .આ સેવા કરતા ભરતભાઇ પરમાર તથા ડોક્ટર અને સ્ટાફને સમરસતા સમિતિના સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલે ફુલછડી આપી અભિનંદન આપ્યા.
સમરસતા સમિતિ ના સંયોજક દ્વારા સમુહ લગ્નોત્સવ સમિતિના આયોજકો નું સન્માન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *