Latest

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ

પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી દિલ્હીના સભ્ય મોના સિંહે પાટણ જિલ્લાની મુલાકાત લઈ વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર ‘રાણીની વાવ’નું નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસ દરમિયાન તેમણે પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, પ્રાચીન કારીગરી અને અદ્વિતીય શિલ્પકળાને બિરદાવી હતી.

પાટણ ખાતે આગમન બાદ મોના સિંહે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતી ‘રાણીની વાવ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વાવના ભવ્ય સ્થાપત્ય, દિવાલો પર કોતરાયેલા અદભુત શિલ્પો તેમજ તેની ઐતિહાસિક વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વાવની પ્રાચીન કળા અને અપ્રતિમ કોતરણીને તેમણે રસપૂર્વક નિહાળી હતી.

રાણીની વાવના વિવિધ ભાગોમાં ફરી તેમણે ત્યાંની કલાત્મક રચનાઓ, પ્રાચીન ભારતીય સ્થાપત્યકલા અને સંસ્કૃતિના વૈભવને નજીકથી અનુભવ્યું હતું. પાટણના સમૃદ્ધ વારસાને વિશ્વસ્તરે અનોખી ઓળખ અપાવતી આ ઐતિહાસિક ધરોહર અંગે તેમણે પ્રશંસા વ્યક્ત કરી હતી.
સાંજના સમયે રાણીની વાવ ખાતે આયોજિત વિશેષ ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ પણ તેમણે માણ્યો હતો.

આ શો દરમિયાન પાટણના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરા અને રાણીની વાવના ઐતિહાસિક મહત્વને આધુનિક ટેક્નોલોજી દ્વારા આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર રજૂઆતને તેમણે રસપૂર્વક નિહાળી હતી.પ્રવાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને રાણીની વાવના ઇતિહાસ, તેની સંભાળ અને સંરક્ષણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવને લઈને થયેલી આ મુલાકાત મહત્વપૂર્ણ બની રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *