Breaking NewsEntertainment

ઇશારા, જૂની પરંપરાઓને પડકાર આપતા નવા શો હમકદમ સાથે અગ્રેસર! અગ્રણી કલાકારો ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરુંગે અમદાવાદની મુલાકાત લીધી.

અમદાવાદ: કાવતરાથી લઇને જૂઠાણા સુધી, ટેલિવીઝનના વાર્તાકારોએ સાસુ અને પુત્રવધુ વચ્ચેના સંબંધોને વર્ષો જૂના બતાવીને શોષણ કર્યુ છે. આ દિવાલોને તાજી વાર્તા સાથે તોડતા, IN10 મીડિયા નેટવર્કની હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ઇશારા હમકદમના નામથી નવો શો લાવી રહી છે. આ શોમાં બે મહિલાની વાર્તા છે જેઓ એકબીજા સાથે અસાધારણ, અણધારી પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
વિખ્યાત કલાકોર ગુરદીપ કોહલી અને ભૂમિકા ગુરુંગ ફક્ત નામના પાત્રો ભજવાત જોવા મળે છે કેમ કે તેઓ સાસુ-વહુના વિચિત્ર સંબંધના ઢાંચાને તોડી પાડે છે. આ જોડીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને જાહેર જનતા સાથે સાસુ-વહુના બંધન વિશેના દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવા વિશે અત્યંત જરૂરી વાતચીત કરી હતી. તેઓએ અત્યંત અર્થપૂર્ણ ભૂમિકા ભજવી હોવાથી તેમણે પ્રેક્ષકોને ચકિત અને મૌન કરી દીધા હતા. ગુરદીપ કોહલીએ નવા શોમાં પોતાના લોન્ચ અંગે જણાવ્યું હતુ કે, “હમકદમ એ એવી વાર્તા છે જેની સાથે હાલના મહિલા વિ. મહિલાના બદલાતા પરિમાણો સાથે સંબંધ ધરાવીશું. શાંતિ અને તારાના પાત્રો તેમનો વિનાશ કરે તેવા આઘાતજનક અનુભવને મંજૂર કરતા નથી; તેને બદલે તેઓ એકસાથે રહે છે અને એક ટીમ તરીકે દુનિયાનો સામનો કરે છે. સાસુ-વહુના સંબંધની અભિવ્યક્તિના બંધનને તોડી પાડતા હમકદમ તેની પ્રેમથી કેવી રીતે સંભાળ લેવી તેનું પ્રતિબિંબ પાડવામાં મદદ કરશે.” ભૂમિકા ગુરુંગે ઉમેર્યું હતુ કે, “ઇશારાએ મને જીવનમાં એક તક પૂરી પાડી છે અને તે અન્યોનું અનુસરણ કરવાનું હંમેશા જરૂરી નથી તે બતાવ્યુ છે. હમકદમ એ દરેક સમયે તાજુ, વિશિષ્ટ, રોમાંચક અને હૃદયને ખળભળાવી દે છે. તમે જેમ તારા અને શાંતિ સાથે તેમની સફરમાં જોડાઓ છો તેમ આ શો તમને તમારી જાત અંગે વિચાર કરવાની ફરજ પાડશે.”

1લી માર્ચ 2021થી શરૂ થતી ઇશારા 24X7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા ડીપીઓ (ડીટીએચ અને કેબલ નેટવર્ક્સ) પર ઉપલ્બધ બનશે ઇશારાના જાની અને હમકદમ અને અગ્નિવાયુ એમ ત્રણ શોની જાહેરાતે પહેલેથી જ ચર્ચાને જન્મ આપ્યો છે. અને પાપનાશિની સાથે દર્શકો સાથે તેમને જોઇતી સામગ્રી પીરસશે. ઇશારા એ એક હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ છે જે કૌટુંબિક નાટકથી લઈને લવ સ્ટોરી, પુરાણકથાઓથી લઇને સ્ત્રી-કેન્દ્રિત અને અન્ય ઘણા પ્રકારની શૈલીઓનો વ્યાપ ધરાવે છે. ચેનલ વૈવિધ્યસભર અને હલચલ મચાવી દેનારી સામગ્રી બનાવવા માટે પ્રેરિત છે જે સંબંધિત વાર્તાઓ દ્વારા જીવનનો નયનરમ્ય દૃષ્ટિકોણ આપે છે. ‘ઇશારા – જિંદગીકાનાઝારા’ તરીકે સ્થાન પામેલ, ચેનલ સમકાલીન દ્રષ્ટિકોણથી ભારતની સંસ્કૃતિ, મૂલ્યો અને વિવિધ પરંપરાઓના સારને પકડશે અને ઉજવશે. ઇશારા એ IN10 મીડિયા નેટવર્કનું સાહસ છે. આદિત્ય પિટ્ટીની આગેવાની હેઠળ, IN10 મીડિયા નેટવર્ક વૈશ્વિક-વર્ગની બ્રાન્ડ્સ બનાવવાનું પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ગુણવત્તાની સામગ્રીનું લક્ષણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *