કપિલ પટેલ દ્વારા અરવલ્લી
વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ઉત્તર ગુજરાતમાં આને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતાનો ભય ઉભો થવા પામ્યો છે.સમગગ્ર ઉત્તર ગુજરાતમાં જીરૂ વળીયારી કપાસ ઘઉં એરંડા સહિતના પાકોનું મોટાપાયે વાવેતર કરી દીધું છે .તેમજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વડાલી સહિતના વિસ્તારોમાં કોબી ફ્લાવર સહિતના મોંઘા બિયારણો વારી ખેતી હાલ ઉડીને આંખે વળગે એવો તૈયાર પાક છે આ તમામ ખેતી પાકોમાં વિવિધ રોગોની આશંકાઓ એ ખેડૂતો ને હચમચાવી દીધા છે.ઉપરાત હાલ કોરોના ઓમિકોન જેવા રોગો ના ભારે ભરડો વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે આ વરસાદથી આને ભેજવાળા વાતાવરણમાં આ રોગો ઉપરાંત બીજા ઘણાબધા રોગો પરેશાની ઉભી કરે તેમ છે ત્યારે ખેડૂતો ને થનાર નુકશાન આને વધુ રોગચાળો પફેલાય તે પહેલાં સરકાર અને સરકારી તંત્ર નક્કર પગલાં લઈ સંવેદનશીલ શીલ ગણાવતી સરકાર અતિસંવેદનશીલ બની યોગ્ય કરે એવી લોકોની અપેક્ષાઓ સાથે માગણી છે