Breaking NewsPolitics

ઉમરાળા તાલુકા ભરમાં આમ આદમી પાર્ટીને મળતુ બહોળુ જન સમર્થન

ઉમરાળા તાલુકામાં આપને બહોળુ સમર્થન મળતુ જોઈને ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ

ઉમરાળા તાલુકાના પ્રવાસે આવેલા સુરત શહેર આપના પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના અઘ્યક્ષ સ્થાને તાલુકા ભરના ગ્રામ્ય દડવા, બોચડવા,વડોદ,અલમપર, ઉમરાળા,થાપનાથ મહાદેવ, સહિતના ગામોમાં બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા આપને મળતો બહોળો પ્રતિસાદ ભાજપ અને કોંગ્રેસ માટે આગામી દિવસોમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે તાલુકા ભરમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે આપને બહોળુ જન સમર્થન મળી રહ્યું છે દરેક ગામમાં બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે ઉમરાળા તાલુકા આપ પ્રમુખ સહિતની સમગ્ર ટીમ દ્વારા લોકોમાં જાગૃતતા લાવી ઈમાનદાર આપ પાર્ટીને મજબુત બનાવવા માટે રાત દિવસના પ્રયાસો સફળ રહ્યા જ્યારે ઉમરાળા ગામે જન સભામાં મહેન્દ્રભાઈ નાવડીયા દ્વારા પોતાના વતનના ગામ ઉમરાળા માટે જાહેરાત કરવામાં આવી હતી કે ટુંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોય ત્યારે ઉમરાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા આપની પેનલ ઉતારવામાં આવશે અને ગ્રામ પંચાયત ચૂંટણી જીતીને આવતા વર્ષોમાં ઉમરાળા ગામને વિકાસનાં પંથે આગળ વધારી જરૂરી તમામ સગવડો,સવલતો પુરી પાડવામાં આવશે તેવી મહેન્દ્ર નાવડીયા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી ત્યારબાદ તમામ ઉમરાળા ગ્રામજનોને મહેન્દ્ર નાવડિયા દ્વારા પોતાનો પર્સનલ મોબાઈલ નંબર સાથેના વિજીટીંગ કાર્ડ આપી જરૂર પડે ત્યારે અડધી રાત્રે મદદ માટે ફોન કરવા જણાવાયુ હતુ મહેન્દ્ર દ્વારા ગ્રામજનોને મદદરૂપ થવા માટે બાંહેધરી આપવામાં આવી હતી ત્યારબાદ ઉમરાળા ગામ લોકો બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ આપ માં જોડાયા હતા અને મહેન્દ્રભાઈ નાવડીયા દ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *