પાલનપુર (રાકેશ શર્મા) શક્તિપીઠ અંબાજી થી 60 કિલોમીટર દૂર આવેલું બનાસકાંઠા જીલ્લા નું વડુ મથક પાલનપુર છે ,હાલ મા કોરોના વાઇરસ નો કહેર સમગ્ર વિશ્વ અને ગુજરાત સહીત દેશભર મા જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુર ખાતે આવેલી કોવીડ હોસ્પીટલ ની કામગીરી પણ સુંદર રહી છે ,આખા જીલ્લાભર માથી અહીં કોરોના ની સારવાર માટે લોકો આવે છે અને નવાઈની વાત એ છે કે અહીં 85 ટકા લોકો સ્વસ્થ થઈને ઘરે પરત પણ જઈ રહ્યા છ.
પાલનપુર સિવિલ હોસ્પીટલ મા ગ્રાઉન્ડ ફ્લોર પર કોવીડ હોસ્પિટલ આવેલું છે અહીં કોરોનાગ્રસ્ત દર્દી ની સારવાર વિના મુલ્યે કરવામાં આવે છે જીલ્લાભર ના ઘણા દર્દીઓ અહીં સારવાર લઈને ઘરે ગયા છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ થી લઈને અહીં તમામ સ્ટાફ, નર્સ બહેનો અને વોર્ડબોયની કામગીરી પ્રશંસાને પાત્ર રહી છે,આ હોસ્પીટલમાં જીલ્લાના લોકો સારવાર માટે આવતા હોય છે અને સારવાર બાદ જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત પણ હસતા હસતા જતા હોય છે
:- સવારે અને સાંજે સુંદર ભોજન અને નાસ્તો :- આ કોવીડ હોસ્પીટલ ખાતે દાખલ થયેલા દર્દીઓ ને સવારે દૂધ અને બ્રેડ આપવામાં આવે છે ત્યારબાદ બપોરે સાત્વીક ભોજન આપવામાં આવે છે જેમા દાળ,ભાત,શાક અને રોટલી અપાય છે ત્યારબાદ સાંજે ચા ,નાસ્તો અપાય છે જેમાં ફ્રૂટ નું જ્યુસ અને રાત્રે સુંદર ભોજન અપાય છે આ હોસ્પિટલ મા સુંદર સફાઈ અને દર્દીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે
:- અંબાજીના પત્રકાર રાકેશ શર્માની તબિયતમાં ઘણો સુધારો :-
અંબાજીના મોદીવાસ ખાતે રહેતા રાકેશ શર્માને 23 તારીખના રોજ કોરોનાનો ટેસ્ટ દાંતા ખાતે કરાવવામાં આવ્યો હતો જેનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝેટીવ આવતા તેમને 6 દિવસ અગાઉ સિવિલ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ હતી અને ખાંસી પણ બંધ થતી ન હતી આજે 6 દિવસ બાદ તેમની તબિયતમાં ભારે સુધારો આવ્યો છે ,રાકેશ શર્મા એ જણાવ્યું હતું કે હોસ્પિટલ આવ્યો એટલે મારો જીવ બચ્યો છે અને હું થોડાજ દિવસમાં અહીં કોરોનાને હરાવીને મારા ઘરે પરત જઈશ જો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હોત તો સિવિલ જેવી સારવાર ના મળત, આમ જે પણ લોકો ને કોરોના થાય તો પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે જવું જોઈએ, અંબાજીના ત્રણ લોકો હાલ સિવિલમાં સારવાર હેઠળ છે જેમની તબિયત સુધારા પર છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સારવાર જે તમામ ડોક્ટર્સ, અને પૂર્ણ સ્ટાફના કાર્યને આધારિત છે જે ખરેખર ગર્વની વાત કહેવાય. તમામ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સને દિલ થી સલામ..