અમદાવાદ: અમદાવાદ એસીબીને મળી મોટી સફળતા. 50 લાખની માંગણી કરતા આર આર સેલના એએસઆઈને ઝડપયો. એસીબીના ઇતિહાસમાં સૌથી મોટી લાંચ ટ્રેપ.
ભ્રષ્ટચાર કેટલી હદે ફેલાયેલો છે તેનો નમૂનો પોલીસ ખાતાના જ એક ઉચ્ચ આર આર સેલમાં જોવા મળ્યો છે. એસીબી દ્વારા આણંદના રહેવાસી અને અમદાવાદ આર આર સેલમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ઉ.વ.૪૬, એ.એસ. આઈ , નોકરી. આર આર સેલ અમદાવાદ. રહે. સિદ્ધિ વિનાયક આણંદ જિલ્લો આણંદને 50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. બનાવની વિગત જોઈએ તો આ કામના ફરીયાદીના કાકાનું ગોડાઉન ખંભાત જીઆઇડીસીમાં આવેલ હોય તે ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થયેલી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરેલ અને રકઝકના અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલ જે નાણાં તારીખ 31/12 /2020 ના રોજ બપોરે 14/00 વાગ્યે આપવાનો વાયદો હતો, ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય અત્રે એસીબીની ની વડી કચેરીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાના આયોજન દરમિયાન આ કામના આરોપી આઇક્રીમ પાર્લર આણંદ ખાતે સ્થળ પર ફરીયાદી પાસે રુપિયા 50,00000/- ની લાંચની માંગણી કરી નાણા રૂપિયા ૫૦ લાખ સ્વીકારી પકડાઈ જઈ ગુનો સ્વીકાર કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ આખી ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી :શ્રી એસ.એમ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.જ્યારે આખું માર્ગદર્શન સુપર વિઝન અધિકારી એન. ડી. ચૌહાણ, નિયામક, ઇન્ટે. વિંગ ફિલ્ડ-3 એ.સી.બી. ગુજરાત રાજ્ય અમદાવાદ. દ્વારા પાર પાડવામાં આવી હતી. પરંતુ અહીં કેટલાક સવાલો પ્રજામાં ઉદભવી જાય છે. શું આટલો નાનો કર્મી 50 લાખ લઈ શકે ખરા?આટલી મોટી લાંચ એક કોન્સ્ટેબલ માંગી શકે? શું આમાં ઉચ્ચઅધિકારીઓ પર કસવામાં આવશે સકંજો? શું અન્ય સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હશે?પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. જે સાચી અને તટસ્થ તપાસમાં બહાર આવશે.