(અમિત પટેલ.અંબાજી)
શકતી ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેરને લઈને અંબાજી ખાતે મંદિર બંદ છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક નુ કૈલાશ ટેકરી મંદીર ના આજે 83 મો સ્થાપના વર્ષ ઉજવવામાં આવ્યો હતો અને મંદીર ખાતે હવન સહીત ના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા.
અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી મહાદેવ (શાંતિશ્વર મહાદેવ) મંદીર ભક્તોનું અતિ પ્રિય શિવ મંદીર છે, આ મંદીર ખાતે સૌથી વધુ ભક્તો દર્શન કરવા આવે છે પરંતુ હાલમાં કોરોના કહેર હોઈ ભક્તો ખૂબ ઓછી સંખ્યામાં દર્શને આવી રહ્યાં છે આ મંદીર ની આરતી નો પણ વિશેષ મહિમા છે અહીં શ્રાવણ માસમાં અને સોમવારે ભક્તો મોટી સંખ્યામાં આવતાં હૉય છે.
@@કૈલાશ ટેકરી મંદીર નો મહિમા@@
આજથી ઘણાવર્ષપહેલા વૈશાખ વદ બારસ ના મંગળવાર ના રોજ સ્થાપના વિક્રમ સવંત 1995 મા કરવામાં આવી હતી, આજે વિક્રમ સવંત 2077 મા વૈશાખ માસમાં સોમવારે 83 વર્ષ પૂર્ણ થતા હોઈ અહી હવનઅને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને
સરકારની ગાઇડ પાલન કરવામાં આવ્યું હતું મંદિર ના પુજારી ભુરા ભાઈ જોષી સહીત અન્ય બ્રાહ્મણો જોડાયાં હતાં, આ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક નું પ્રાચીન મંદિર છે.