Breaking NewsLatest

કોરોના કાળમાં.માનસિક તણાવ દૂર કરવા કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા પટેલ દ્વારા ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરાયું

અમદાવાદ: કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલની વિશેષ પહેલ હેઠળ તાજેતરમાં ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્લબના મેમ્બર્સ અને નોન-મેમ્બર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સમગ્ર ઇવેન્ટને સફળ બનાવી હતી.

શહેરમાં આંશિક લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કમીટીના સદસ્યો ઘરે જ રહીને કામ કરી રહ્યાં છે ત્યારે તેમના શારીરિક અને માનસિક તણાવને દૂર કરવા તથા તેમના માટે રસપ્રદ એક્ટિવિટીનું આયોજન કરવાના ઉદ્દેશ્ય સાથે અંગનાઝ ડાન્સ એન્ડ ફીટનેસ સ્ટુડિયોના અંગના ગોસાલિયા સાથે મળીને ઓનલાઇન ડાન્સ મેનિયાના કુલ 7 સેશન યોજવામાં આવ્યાં હતાં.

વી કમીટીના કો-ચેરપર્સન ડો. રિધમ પટેલે કાર્યક્રમનું એન્કરિંગ તેમજ સદસ્ય સુનિતા ચૌહાણે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ ંહતું. આ પ્રસંગે વી કમીટીના ચેરપર્સન હિતા એન પટેલે જણાવ્યું હતું કે, આ વર્કશોપ યોજવાનો મુખ્ય હેતુ હાલના મૂશ્કેલ સમયમાં તણાવથી દૂર થઇને ડાન્સ અને મ્યુઝિક દ્વારા મન અને શરીરને એક્ટિવ અને ઉર્જાસભર રાખવાનો હતો. અમારા ડાન્સ ગુરુ તેમજ અમદાવાદમાં જાણીતા કોરિયોગ્રાફર અંગના ગોસાલિયાનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે પાવરપેક્ડ અને મનોરંજનથી ભરપૂર વર્કશોપમાં દરેક પાર્ટિસિપન્ટ્સને નવી એનર્જી પ્રદાન કરી છે.

કાર્યક્રમના આયોજન અંગે સુનિતા ચૌહાણે જણાવ્યું હતું કે, કોવિડને કારણે આપણે નકારાત્મકતા, ભય અને તણાવ અનુભવી રહ્યાં છીએ ત્યારે સદસ્યોના જીવનમાં ખુશી અને આનંદ લાવવા કર્ણાવતી ક્લબની વી કમીટીએ એક અનોખો પ્રયાસ કર્યો છે. વ્યક્તિની સુખાકારીમાં ડાન્સ અને મ્યુઝિકની મહત્વતાને જોતાં અંગના ગોસાલિયા સાથે વર્કશોપથી અમે અમારો ઉદ્દેશ્ય હાંસલ કરવામાં ઘણાં અંશે સફળ રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે દરેક સેશનમાં વિવિધ થીમ, ડ્રેસ, પ્રોપ અને સ્ટેપ સાથે ડાન્સ વર્કશોપ યોજાયો હતો, જેમાં દરેક પાર્ટિસિપન્ટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો અને તણાવ, ભય વગેરે જેવી સમસ્યાઓથી દૂર થઇને નવી ઉર્જાનો અહેસાસ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *