નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને નિરવ ગાંધી કરાઓકે પરિવાર દ્વારા મહામૃત્યુંજય જાપ નું આયોજન કરાયું..
પાટણ તા.૧૩
ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાયકી ક્ષેત્રે જેમને આગવી પ્રતિભા પ્રાપ્ત કરી ભારત રત્ન સહિત અનેક એવોર્ડ વિજેતા સ્વર કિન્નરી લતા મંગેશકર હાલમાં કોરોના સંક્રમિત બન્યા છે. અને તેઓની મુંબઈની ખ્યાતનામ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે સ્વર કિન્નરી લતા મંગેશકર જલ્દી સ્વસ્થ બને તેવી કામના સાથે પાટણ શહેરની સંગીત ક્ષેત્રે સંકળાયેલ નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને નિરવ ગાંધી કરાઓકે પરિવાર દ્વારા ગુરૂવારના રોજ સંગીત સાથે મહામૃત્યુંજય જાપ નું સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વર કિન્નરી લતા મંગેશકર નું સ્વાસ્થ્ય જલ્દી સુધરે અને તેઓ વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તેવી કામના સાથે આયોજિત કરવામાં આવેલ આ મહામૃત્યુંજય જાપ ના ભક્તિ સભર કાર્યક્રમમાં નિરવ ગાંધી મ્યુઝિક એકેડમી અને નિરવ ગાંધી કરાઓકે પરિવારના ટ્રસ્ટીગણ સહિત તમામ કલાકારોએ ઉપસ્થિત રહી મહામૃત્યુંજય જાપ નું સમૂહ માં ગાન કર્યું હતું.અને સ્વર કિન્નરી લતા મંગેશકરના આરોગ્ય ની શુભકામના પ્રગટ કરી હતી..