રઘુવીર મકવાણા-ઢસા
પોલીસ એટલે લોકોના મગજમાં એક કડક છાપ આવે જ પરંતુ આજે બોટાદના ગઢડા પોલીસ મથકમાં એક પ્રેરણાદાયી કિસ્સો બની ગયો જેને લઈને પોલીસની ખાખી પાછળ રહેલી માનવતા ચોતરફ મહેકી ઉઠી હતી. ગઢડા પોલિસ મથકમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા નારણભાઈ પરમારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમની દિકરીના લગ્ન પ્રસંગ હોવાથી બોટાદ પોલીસ પરિવાર વતી તેમને આર્થિક સહાય કરવામાં આવી હતી. બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના હસ્તે રોકડ રકમ ૪૫,૦૦૦ ની સહાય અર્પણ કરીને એક પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું. ગઢડા પીએસઆઇ ભગીરથસિંહ વાળા તેમને સફાઈ કર્મીની પરિસ્થિતિનું અનુમાન આવતા તેમને દિકરીના લગ્ન માટે બનતી સહાય પુરી પાડી હતી. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં એક પ્રેરણા પુરી થાય તેવું ઉમદા ઉદાહરણ આજે પૂરું પાડ્યું હતું.