ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, અંબાજી આસપાસ પહાડી વિસ્તારમાં પસાર થતા વાહન ચાલકો પર ભૂતકાળ મા લૂંટની ઘટનાઓ બની હતી પરંતું ત્યારબાદ પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરાતા લૂંટ ની ઘટનાઓ બંદ થઈ ગઈ હતી પરંતુ 20 ઓગસ્ટ ના સાંજ નાં સમયે અંબાજી ખેડબ્રહ્મા માર્ગ પર હડાદ ગામ થી 2 કિલોમીટર આગળ અંબાજી થી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરીને ખેડબ્રહ્મા તરફ જઈ રહેલા મેનેજર અને ડ્રાઈવર પર 4 લોકો રોડ વચ્ચે આવી હુમલો કરતા ડ્રાઇવર ને ઇજા થઇ હતી અને આ 4 તસ્કરો 9 લાખ ની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.
હડાદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા ખાતે અનાજ કરિયાણા નું હોલસેલ કરતા વેપારી રજની કાંત અમરત લાલ જૈન ની સરદાર ચોક ખાતે આવેલી દુકાનમાં છેલ્લા 7 વર્ષ થી દિપક કાંતિલાલ કોઠારી 7500 પગાર થી મહેતાજી ની નોકરી કરી રહ્યા છે, તેમનું મુખ્ય કામ હડાદ અંબાજી વિસ્તારમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનોમાં બિલ આપી નાણા લેવાનુ કામ દીપકભાઈ સંભાળતા હતા જ્યારે દીપકભાઈ અને તેમના ડ્રાઇવર 20 ઓગસ્ટના રોજ સવારે ખેડબ્રહ્મા થી હડાદ અંબાજી ખાતે વિવિધ વેપારીઓ પાસેથી નવ લાખ રૂપિયા જેટલી રકમ લઈને ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યા હતા ત્યારે સાંજના સુમારે હડાદ થી બે કિલોમીટર આગળ વીરપુર ગામ નજીક હોટલ પાસે જાહેર રસ્તા ઉપર ચાર અજાણ્યા લોકો હાથમાં ધોકા લઈને ઊભા હતા અને વેગન આર કાર ઉપર અચાનક હુમલો કરેલ હતું જેમાં ડ્રાઈવર ને સામાન્ય ઇજા થઇ હતી અને આ અજાણ્યા ઈસમો કારમાં પડેલા 9 લાખ રૂપિયા લઈને જંગલ તરફ ભાગી ગયા હતા, આ ઘટનાથી ગભરાયેલા દીપકભાઈ કોઠારીએ ખેડબ્રહ્મા ખાતે પોતાના શેઠ રજનીકાંતભાઈ ને વાત કરતા તેમના શેઠ તાત્કાલિક હડાદ પોલીસ મથકે આવી ગયા હતા, પોલીસ મથકે દીપકભાઈ કાંતિલાલ કોઠારીએ 4 અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે હડાદ પોલીસે ટીમ બનાવીને આરોપીઓ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે
પ્રહલાદ પૂજારી અંબાજી