ભાવનગર
જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૩૮૨ કોરોના સેમ્પલની ચકાસણી કરાઈ
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૨૮ : ભાવનગર જિલ્લામા આજરોજ ૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૪૨ થવા પામી છે. આજરોજ ભાવનગરના બોરતળાવ રોડ, સિધ્ધીવિનાયક સોસાયટી ખાતે રહેતા ૨૫ વર્ષીય બંસીબેન ધાર્સંદા, નિર્મળનગર, શેરી નં.૫ ખાતે રહેતા ૪૦ વર્ષીય હિરેનભાઈ ગોહિલ, સરીતા સોસાયટી, શેરી નં.૩ ખાતે રહેતા ૫૨ વર્ષીય ગંગારામભાઈ સોલંકી, રૂપાણી સર્કલ, રોયલ ઓર્ચિડ ખાતે રહેતા ૩૫ વર્ષીય ગૌરવભાઈ માથુર, મહુવા તાલુકાના ભાદ્રા ગામે રહેતા ૩૦ વર્ષીય અનસુયાબેન પીપળીયા, પાલીતાણાના આદર્શ સોસાયટી ખાતે રહેતા ૬૦ વર્ષીય મોહનભાઈ તલરેજા, વલ્લભીપુરના ઈટાળીયા ગામ ખાતે રહેતા ૩૪ વર્ષીય રમેશભાઈ ધોલેત્તર અને ભાવનગર તાલુકાના લાખણકા ગામ ખાતે રહેતા ૩ માસના બાળક શિવમ ચૌહાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૪૨ કેસ પૈકી હાલ ૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે ૩ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૩૮૨ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે
રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર