શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે હાલમાં ભક્તો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક સેવાભાવી સંસ્થા દ્વારા ભક્તો માટે વીના મૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગબ્બર ચાલતા આવતા અને ઉતરતા ભક્તો માટે વીના મૂલ્યે કઢી ખીચડી નો પ્રસાદ કલોલ ના ભક્તો દ્વારા કાલ ભૈરવ મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
16 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી ગબ્બર ખાતે આવતા ભકતો માટે કાલ ભૈરવ મંદિર ગબ્બર તરફથી વીના મૂલ્યે ભોજનનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં બપોરે અને સાંજે કઢી ખીચડી ભકતોને ગરમા ગરમ ભંડારા મા આપવામાં આવી રહી છે. ગબ્બર કાલ ભૈરવ મંદિર ના મહંત શ્રી પૂર્ણાનંદ ગીરીબાપુ અને સેવક વિનોદગીરી દ્વારા ભકતોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.અહી સ્વયમસેવકો પણ ખડે પગે સેવા આપી રહ્યા છે. 🎉20 સપ્ટેમ્બર સુધી ભક્તો અહી પહાડ પર પ્રસાદ ભંડારા નો લાભ લઇ શકશે.
પ્રહલાદ પૂજારી અંબાજી