કોરોનામાં બેકાર બનેલા કલાકારો તથા સંગીત ક્ષેત્રમાં સંકળાયેલા વ્યક્તિઓ ના ધંધા રોજગાર માં ચોક્કસ ગાઇડ લાઇન બનાવી છૂટ આપો અથવા રોજગારી આપો…
ગાંધીનગર તા.12
રાજ્યમાં કોરોનાની વ્યાપક અસરથી રાજ્યના સંગીત ક્ષેત્રના નાના કલાકરોની હાલત કફોડી બનતાં આજે સરકાર સામે રોજગારી અથવા આંશિક છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી હતી. ગાંધીનગર ના સત્યાગ્રહ છાવણી ખાતે આયોજિત પ્રતીક ઉપવાસ આંદોલનમાં અલગ અલગ સંસ્થાઓ ના ગુજરાત ના ઘણાખરા જિલ્લા દીઠ બે-બે,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
આજે ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમ માં કલાકાર અધિકાર આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર શ્રી રાજેશભાઈ ગોહીલ તથા કન્વીનર અને સંગીત કલાકાર સંગઠન ના પ્રમુખ શ્રી ચંદ્રવદન ડી ચોકસી (ચંદ્રેશ સોની),સહમંત્રી શ્રી યોગેન પટેલ,ખજાનચી શ્રી વિરમ દેસાઇ, કારોબારી સભ્યો શ્રી શૈલેષ ચૌધરી, કિર્તિ શ્રીમાળી…તથા રૂપેશભાઇ અમીન (કન્વીનર) ઓલ મ્યુઝિક આર્ટીસ્ટફાઉન્ડેશન, પ્રવિણ પ્રજાપતિ (કન્વીનર), વિગેરે ઉપસ્થિત હતા.
આજના આ કાર્યક્રમ માં સંગીત કલાકાર સંગઠન ના પ્રમુખ શ્રી ચંદ્રવદન ડી ચોકસી
એ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીની સીધી અસર કલાક્ષેત્ર ના કસબીઓ ઉપર પડી છે. ગત જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને તથા 25 મી ઓગસ્ટ ના રોજ ,ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબ,માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, તથા યુવા સાંસ્કૃતિક વિભાગ માં શ્રી ઇશ્વરભાઇ પટેલ સાહેબ સમક્ષ લેખિત માં રજૂઆતો કરવામાં આવી હતી.
તેમ છતાંય હજી સુધી રાજ્ય સરકારે અમારા મુદ્દે હજી સુધી કલા જગત માટે સકારાત્મક નિર્ણય લીધો નથી જેના કારણે આ ક્ષેત્ર ના જરૂરીયાત મંદ લોકોની આજે આર્થિક હાલત દયનિય બની ગઈ છે, એટલું જ નહીં નવરાત્રી તેમજ આગામી કાર્યક્રમો શરૂ થાય તે માટે ની પરમિશન નહીં આપવાના નિર્ણયના કારણે કલાકારોની પોતાના પરિવારનું જીવન નિર્વાહ કેવી રીતે કરવું તે એક મોટો પ્રશ્ન બન્યો હોવાનો સ્વીકાર કર્યો હતો .જો કે સમિતિના હોદ્દેદારો એ એવી અપીલ કરી છે કે રાજ્ય સરકાર કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને નવરાત્રી માં 200 વ્યક્તિઓની છૂટછાટ આપે છે ત્યારે સાથે સાથે કલાકારો ને નાના આયોજન કરવાની મંજૂરી આપશે તો આંશિક ફાયદો થશે અને એટલે જ સરકાર આ મામલે હજુ પણ વિચારે તેવી અપીલ કરી હતી.
તો બીજી તરફ અન્ય કલાકારો રીટા દવે, અલકા રાઠોડ,નરેન્દ્ર અસરાની વિગેરે એ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોનાની મહામારી વચ્ચે આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી છે, પરંતુ તેના આટીઘૂંટી વાળા નિયમો ના કારણે નાના કલાકારોની યોજનાનો લાભ મળે તેવું લાગતું નથી આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક કાર્યક્રમો આપતા સંગીત ક્ષેત્રના નાના કલાકારો જેવા કે ઢોલ ,તબલા વાદકો , કી બોર્ડ પ્લેયર, બેંજો માસ્ટર, ડ્રમ અને રોટો પ્લેયર, મંજીરા વાદક, શહનાઈ વાદક સહિત નાના ગજાના ગાયક કલાકારોની નોંધણી શક્ય બની નથી.
એટલું જ નહીં આજે ગુજરાતના ત્રણ લાખથી વધુ નાના મોટા કલાકારો બેકાર બન્યા છે ત્યારે આત્મનિર્ભર યોજનામાં લોન માટે બેકારોનો સાક્ષી બનવા પણ કોઈ તૈયાર નથી ત્યારે હવે કલાકારો કયો વ્યવસાય કરશે તે યક્ષ પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વૈશ્વિક મહામારી ના કારણે ગુજરાત તબક્કાવાર આવેલા લોકડાઉન અને અનલોક માં રાજ્યના કલાકારો આર્થિક સ્થિતિની સામનો કરી રહ્યા છે.