ગાંધીનગર – માહિતી ખાતાના સેવા નિવૃત્ત તમામ વર્ગના અધિકારી કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર ખાતે પંચાયત પરિષદ ભવનમાં સંપન્ન થઈ હતી.
આ બેઠકમાં કોરોના અને ઠંડી ના માહોલ માં પણ પચાસ જેટલા સભ્યોની હાજરી વર્તાઈ હતી. ઉપસ્થિત સભ્યોએ ગત વર્ષમાં યોજાયેલ કાર્યો પ્રવાસ વગેરેના પોતાના અનુભવો વ્યક્ત કરી આયોજકોના વખાણ કર્યા હતા તેમજ ગત વર્ષના કાર્યો અને હિસાબોને સર્વાનુમતે બહાલી આપી હતી.
ગત વર્ષે યોજાયેલ પ્રવાસ અંગે સર્વ શ્રી લક્ષ્મણસિંહ આર રાજપૂત, નરેશ ચૌધરી, ઠુમર,વસંત દવે વગેરે એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં ભરપેટ વખાણ કર્યા હતા.
આ બેઠક માં માસ્ક અને દો ગજ દુરી,સોશિયલ ડિસ્ટન્સ ની સંપૂર્ણ ચોકસાઈ રખાઈ હતી. આ બેઠકમાં ભોજન ની સ્પોનસર શિપ કિશોર ઇન્સ્ટિટ્યૂટ,ગાંધીનગર ના પ્રણેતા શ્રી એલ આર રાજપૂત એ આપી હતી. શ્રી વિનોદ રાઠોડે મંડળ ને યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો તેમજ અમદાવાદ ટુડે ના તંત્રી શ્રી મોતીલાલ પરમાર એ હાજરી આપી હતી.
પસાર થયેલા વર્ષ દરમ્યાન મંડળ ના સભ્યો તેમજ તેમના પરિવાર ના સભ્યો પૈકી કોઈ પણ નું અવસાન થયું હોય તેમને યાદ કરી ,બે મિનિટ મૌન પાળી શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. શ્રી એલ આર રાજપૂતે સૂચન કર્યું હતું કે ગુજરાત ના અન્ય જિલ્લાઓના માહિતી ખાતાના સેવા નિવૃત્ત વ્યક્તિઓને જાણ કરી બોલાવાય તે ઈચ્છનીય છે.
ગુજરાતના માહિતી ખાતામાંથી સેવા નિવૃત્ત વ્યક્તિઓ તેમના નામ જિલ્લો અને મો.નંબર ની માહિતી 9725292577 શ્રી રાજપૂતને મોકલી આપે તો તેમને પણ કાર્યક્રમની જાણ કરવામાં આવશે .
સર્વ શ્રી સૂર્યકાંત બારોટ, શ્રી જે કે પટેલ, શ્રી આર પી નાયક. શ્રી એમ પી.કાકડીયા,બાબુલાલ પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકાર શ્રી રાઠોડ વગેરે એ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ કોરોના કાળ જલ્દી ખતમ થાય તેવી પ્રાર્થના સાથે ઉપસ્થિત તમામ નો, એમ પી કાકડિયા એ આભાર માની બેઠક નું સમાપન કર્યું હતું.