ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. જેમાં સચિવ વિનોદ રાવ, નાયબ સચિવ મીશન, સુબોધ જોશી, નિયામક તથા અમદાવાદ ચેરમેન તોમર તથા શાસનાધિકારી શ્રી દેસાઈ હાજર રહ્યા હતા. જુના તેમજ નવા બંને પગારધોરણની વિસંગતાઓ દૂર કરી આપવાનો નવો ઠરાવ થશે. આ ઉપરાંત એક જ જગ્યા એ થી પેન્શન અને જી.પી.એસ.સી તેમજ તમામ લાભો જિલ્લાના શિક્ષકો ને મળે એ મુજબ મળે એવી ચર્ચા ના અંતે તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનો ટુંક સમયમાં ઉકેલ આપવામાં આવશે.આ બેઠકમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ ચંદ્રકંતભાઈ ખાખરિયા તથા મહામંત્રી શ્રી મનોજભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ વતી તમામ પ્રશ્નો ઉકેલવામાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓનો ખુબ જ સહકાર મળ્યો છે તે બદલ આભાર પ્રગટ કરવામાં આવેલ.