અમિત પટેલ.અંબાજી
ઉત્તરપ્રદેશ નું કાશી સમગ્ર દેશમાં ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વિવિધ નેતાઓ અને માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે ગુજરાત ના લોકપ્રિય ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.
અંબાજી ખાતે આવેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટોન પાર્ક, ગબ્બર અને કુંભારીયા ની મુલાકાત લીધી હતી ત્યારબાદ માતાજીના દર્શન કરવા અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીના ગર્ભગૃહ મા પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.